Saturday, Sep 13, 2025

ડ્રગ્સ સામેની લડાઈમાં ગુજરાત મક્કમ! રાજ્ય સરકારે ANTF યુનિટ બનાવવાની કરી મોટી જાહેરાત

2 Min Read

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશમાં અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકારે રાજ્યને ડ્રગ્સ મુક્ત બનાવવા માટે વધુ એક મોટું પગલું ભર્યું છે. આ માટે, રાજ્યમાં ઝોન મુજબ કુલ ૬ નવી એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF) યુનિટ્સ શરૂ કરવામાં આવશે, જે ડ્રગ્સના વેચાણ, હેરફેર અને ઉત્પાદન પર અંકુશ લગાવશે. આ યુનિટ્સની સ્થાપનાથી ગુજરાતમાં ડ્રગ્સ સામેની લડાઈ વધુ મજબૂત બનશે.

આ ટાસ્ક ફોર્સ નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટ હેઠળ ડેડિકેટેડ કાર્યવાહી માટે રાજ્યભરમાં ઝોનવાઇઝ યુનિટ્સની રચના કરશે. આ યુનિટ્સ ગાંધીનગર, અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ ઝોનમાં સ્થાપવામાં આવશે, જે ડ્રગ્સના ગેરકાયદેસર કાળા કારોબારને નાથવા માટે સતત કામગીરી કરશે. રાજ્ય સરકારે ડ્રગ્સ સામેની લડાઈમાં કડક અને નિર્ણાયક પગલું ભર્યું છે .

રાજ્યભરમાં ઝોન વાઇઝ ANTF ના યુનિટસ બનાવવામાં આવશે
નોંધનીય છે કે ANTFના યુનિટ્સ દ્વારા નાર્કોટિક્સના ગેરકાયદે વેપારની ગુપ્ત માહિતી એકઠી કરવામાં આવશે અને ડ્રગ્સના સપ્લાય ચેઈનને તોડવા માટે ઝડપી કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત, આ યુનિટ્સ સ્થાનિક પોલીસ અને અન્ય એજન્સીઓ સાથે સંકલનમાં કામ કરશે, જેથી ડ્રગ્સના નેટવર્કને સંપૂર્ણ રીતે નષ્ટ કરી શકાય. રાજ્ય સરકારનો આ નિર્ણય યુવા પેઢીને ડ્રગ્સના દૂષણથી બચાવવા અને સમાજમાં સુરક્ષિત વાતાવરણ ઊભું કરવાના પ્રયાસોનો એક ભાગ છે. આ પગલાંથી ડ્રગ્સના કાળા કારોબાર પર અંકુશ આવશે અને રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત થશે.

ANTF સતત મોનેટરિંગ કરશે
ઉલ્લેખનીય છે કે આ યુનિટસમાં 1 SP, 6 DySP, 13 PI સહિત કુલ 177નું વધારાનું મહેકમ મંજૂર કરવામાં આવ્યું છે. હવે ડ્રગ્સ માફિયાઓની ખેર નથી, ANTF યુનિટછી સતત ડર્ગ્સના કારોબાર પર સીધી દેખરેખ રાખવામાં આવશે. જેના લીધે હવે ડ્રગ્સ માફિયાઓને કડક સજા અપાવવા માટે પ્રક્રિયા પણ સરળ બની જશે. ANTF યુનિટ માત્ર NDPS સંબંધિત ગુનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે.ઝોનલ માળખું હોવાથી હવે રાજ્યના દરેક ખૂણામાં ચાલતા ડ્રગ્સને તોડવામાં મદદ મળશે. ડ્રગ્સ માફિયા સામે ‘CUTTING EDGE LEVEL’ની કાર્યવાહી કરાશે.

Share This Article