બિહારનો એક સરકારી એન્જિનિયર કાળા નાણાંનો ધનકુબેર નીકળ્યો. જ્યારે તેના ઘરે દરોડો પાડવામાં આવ્યો ત્યારે તે પકડાઈ ન જવાય તેની બીકે ઘરમાં રાતભર બેસી રહ્યો અને 2 થી 3 કરોડ રૂપિયા આગના હવાલે કરીને સળગાવી દીધા. આટલી બધી નોટો સળગાવવા છતાં, અમુક નોટો બચી ગઈ અને આર્થિક ગુના એકમએ એન્જિનિયરના ઘરેથી 39 લાખ રૂપિયા રોકડા જપ્ત કર્યા. આ ધન કુબેરનું નામ વિનોદ રાય છે.
તે ગ્રામીણ બાંધકામ વિભાગમાં સુપરિન્ટેન્ડન્ટ એન્જિનિયર તરીકે ફરજ બજાવે છે. પોલીસે નોટો સળગાવવા અને પુરાવાનો નાશ કરીને સરકારી કામમાં અવરોધ ઊભો કરવાના આરોપસર વિનોદ અને તેની પત્નીની ધરપકડ કરી છે. એન્જિનિયર સામે ભ્રષ્ટાચારનો અલગ કેસ દાખલ કરવામાં આવશે.
મળતી માહિતી મુજબ, એન્જિનિયર વિનોદ રાય ગયા ગુરુવારે રાત્રે નોટોનો મોટો જથ્થો લઈને સીતામઢીથી પટના જવા રવાના થયા હતા. આર્થિક ગુના એકમને આ વાતની જાણ થઈ ગઈ. આથી આર્થિક ગુના એકમ ટીમ રાત્રે તેના પટના નિવાસસ્થાને પહોંચી ગઈ. જોકે, આ પહેલા એન્જિનિયરે બધા પૈસા તેના પટના નિવાસસ્થાને મોકલી દીધા હતા. જ્યારે આર્થિક ગુના એકમ ટીમ દરોડા પાડવા પહોંચી ત્યારે એન્જિનિયરની પત્ની દિવાલની જેમ ઘરની નીચે ઉભી રહી. તેણે આર્થિક ગુના એકમટીમને કહ્યું કે તે ઘરમાં એકલી છે. આવી સ્થિતિમાં, દરોડા પાડતી ટીમને સવારની રાહ જોવાની ફરજ પડી.બીજી તરફ, ઉપરના રૂમમાં, એન્જિનિયર આખી રાત નોટો સળગાવતા રહ્યા. તેને સળગાવીને થાકી ગયા છતાં, 39.50 લાખ રૂપિયા બચાવી લેવામાં આવ્યા.
શુક્રવારે સવારે જ્યારે આર્થિક ગુના એકમ ટીમે ઘર પર દરોડો પાડ્યો, ત્યારે પાણીની ટાંકીમાંથી આ રોકડ રકમ મળી આવી. ટીમને ઘરમાંથી લગભગ 12.5 લાખ રૂપિયાની અડધી બળી ગયેલી નોટો અને બાથરૂમના પાઇપમાંથી મોટી માત્રામાં બળી ગયેલી નોટોનો કાટમાળ પણ મળી આવ્યો. એવો અંદાજ છે કે રાત્રે એન્જિનિયર દ્વારા લગભગ 2 થી 3 કરોડ રૂપિયાની રોકડ રકમ સળગાવી દેવામાં આવી હતી.
એન્જિનિયર 100 કરોડ રૂપિયાની મિલકતનો માલિક હોવાની ચર્ચા
પ્રારંભિક મૂલ્યાંકન મુજબ, એન્જિનિયર વિનોદ રાય પાસે 100 કરોડ રૂપિયાની સ્થાવર અને જંગમ મિલકત હોવાનો અંદાજ છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ પણ આ કેસની તપાસ કરી શકે છે. દરોડા દરમિયાન, વિનોદ પાસેથી 18 જમીન અને મિલકતના દસ્તાવેજ, 15 બેંક ખાતા અને ઘણા ભાગીદારીના કાગળો મળી આવ્યા હતા. આ ઉપરાંત, 26 લાખ રૂપિયાના દાગીના, વીમા પોલિસી અને રોકાણના કાગળો પણ મળી આવ્યા હતા.