ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન અને ટેસ્ટ ટીમના કેપ્ટન શુભમન ગિલ અંગે ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ક્રિકબઝના અહેવાલ મુજબ, ગિલ હાલ બીમાર હોવાથી તે 28 ઓગસ્ટથી શરૂ થનારી દુલીપ ટ્રોફી 2025 માં નોર્થ ઝોનનું નેતૃત્વ કરી શકશે નહીં. ગિલ હાલમાં ચંદીગઢ ખાતે આરામ કરી રહ્યા છે અને તેમના સ્વાસ્થ્ય અંગે ટીમ મેનેજમેન્ટ નજર રાખી રહ્યું છે.ઉત્તર ઝોન 28 ઓગસ્ટે પૂર્વ ઝોન સામે મુકાબલો કરશે, પરંતુ ગિલના બહાર થવાથી ટીમના નેતૃત્વ અંગે મોટો પ્રશ્ન ઊભો થયો છે. હાલ નોર્થ ઝોનના ઉપ-કપ્તાન અંકિત કુમારને કમાન સોંપવાની શક્યતા છે.
તેમ છતાં ચાહકો માટે રાહતની વાત એ છે કે શુભમન ગિલ 9 સપ્ટેમ્બરથી શરૂ થનારા એશિયા કપ 2025 માટે ભારતીય ટીમના ઉપ-કપ્તાન તરીકે ઉપલબ્ધ રહેશે. લાંબા સમય પછી T20I ફોર્મેટમાં વાપસી કરતા ગિલ પાસે ટીમ ઈન્ડિયા માટે મોટો ફટકો આપવા અને શ્રેષ્ઠ પ્રદર્શન કરવાની અપેક્ષા છે.