અમેરિકા દ્વારા લાદવામાં આવેલા ટેરીફને લઈને સુરત ડાયમંડ વર્કર યુનિયન દ્વારા પત્ર લખવામાં આવ્યો છે. આ પત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભારત સરકારના વાણીજ્ય અને ઉઘોગ મંત્રી પીયુષ ગોયેલ, શ્રમ અને રોજગાર મંત્રી મનસુખભાઈ માંડવીયા અને વિદેશ મંત્રી એસ. જયશંકરને લખવામાં આવ્યો છે.
ડાયમંડ વર્કર યુનિયન દ્વારા નરેન્દ્ર મોદીને લખેલા પત્રમાં રજૂઆત કરી હતી કે, ગુજરાતના હીરા ઉઘોગમાં લગભગ 20થી 25 લાખ કર્મચારી કામ કરે છે.
છેલ્લા ઘણા સમયથી હીરા ઉઘોગમાં ભારી મંદી આવી છે. જેની સીધી અસર હીરા ઉઘોગમાં કામ કરતા રત્નકલાકાર પર પડી છે. રૂસ-યુક્રેન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ, જી-7 દેશોના પ્રતિબંધ, વૈશ્વિક મંદી, ઇસરાઈઝ હમાસ વચ્ચે સંઘર્ષનો હીરા ઉઘોગ પર પ્રભાવ પડ્યો છે. જેના કારણે મોટી સંખ્યામાં રત્નકલાકારો બેરોજગાર થયા છે અને વેતન અડધાથી પણ ઓછું થઇ ગયું છે.
અમેરિકા દ્વારા લાદવામાં આવેલા 25 ટકા ટેરીફ અને આવનારા સમયમાં 50 ટકા વધવાની સંભાવનાને જોતા આની હીરા ઉઘોગ પર ગંભીર પ્રભાવ પડશે. જેના કારણે લાખો શ્રમિકો બેરોજગાર થવાની સંભાવના છે. જેનાથી આત્મહત્યાની સંખ્યા પણ વધવાની સંભાવના છે. ભારતના લગભગ 40 ટકા પોલીસીંગ હીરા અમેરિકામાં વેચાણ થાય છે. જેથી અમેરિકા 50 ટકા ટેરીફ લગાવે તો આપણા તૈયાર હીરા ત્યાં મોંઘા થશે. જેના કારણે ત્યાના લોકો ખરીદી ઓછી કરશે અથવા બંધ કરશે. જેનાથી આપણા ઉત્પાદન ઓછું થઇ જશે. જેના કારણે બેરોજગારી વધશે અને જો બેરોજગારી વધશે તો આત્મ હત્યા અને ક્રાઈમ પણ વધશે. આ હીરા ઉઘોગને બર્બાદ કરવાની આંતરરાષ્ટ્રીય સાજીશ છે.
પત્રમાં વધુમાં જણાવ્યું હતું કે, આપણે કોશિશ કરવી જોઈએ કે દેશના લોકો સોનાની જગ્યાએ હીરાના આભુષણ પહેરે જેથી સ્થાનિક બજાર સ્થાપિત થશે અને આપણા લાખો લોકોને સારો રોજગાર મળી શકશે સાથે જ અમેરિકા સિવાય બીજા દેશોમાં પણ નવા બજાર ગોતવા જોઈએ. જેથી અમેરિકા પર નિર્ભર ના રહેવું પડે, આ ખુબ જ જરૂરી છે કે અમેરિકા દ્વારા લગાડવામાં આવેલા ભારી ટેરીફનું ઉચિત સમાધાન થાય અને જો ટેરીફનું સમાધાન નહીં થાય તો લગભગ દોઢથી બે લાખ કર્મચારી બેરોજગાર થઇ શકે છે અને લગભગ 5 લાહ કર્મચારી ગંભીર રૂપથી પ્રભાવિત થશે એટલે અમે માંગ કરીએ છીએ કે સરકાર તેમની મદદ માટે તાત્કાલિક આગળ આવે, મંદીના કારણે કર્મચારીઓ આર્થિક રૂપથી બરબાદ થઇ ગયા છે અને તેમના વેતન પણ ઓછા થઇ ગયા છે. જેના કારણે તેઓ બાળકોની સ્કુલ ફી, ઘરની લોનના હપ્ત્તા ભરી શકતા નથી અને બેરોજગારીના કારણે છેલ્લા બે વર્ષમાં સુરતમાં લગભગ 80 કર્મચારીએ આત્મ હત્યા કરી ચુક્યા છે.
કર્મચારીઓને આ કઠીન પરિસ્થિતિમાંથી કાઢવા માટે માંગ કરવામાં આવી હતી કે, આર્થિક પેકેજ જાહેર કરવામાં આવે, બેરોજગાર કર્મચારીઓ માટે રત્નદીપ યોજના શરુ કરવામાં આવે, રત્નકલાકાર કલ્યાણ બોર્ડનું ગઠન કરવામાં આવે, આત્મ હત્યા કરનાર કર્મચારીઓના પરિવારને આર્થિક સહાય આપવામાં આવે, શ્રમ કાનુન અનુસાર લાભો આપવામાં આવે અને પ્રોફેશનલ ટેક્સ સમાપ્ત કરવામાં આવે.