અમદાવાદમાં બનેલી વિદ્યાર્થીની હત્યા બાદ સુરત જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) દ્વારા શહેરની તમામ શાળાઓને ખાસ આદેશ આપવામાં આવ્યા છે. આદેશ મુજબ હવે શાળાઓમાં આવતા વિદ્યાર્થીઓની રેન્ડમ ચેકિંગ કરવામાં આવશે.આ ચેકિંગનો હેતુ એ છે કે વિદ્યાર્થીઓ પોતાની બેગમાં કોઈ ઘાતક હથિયાર અથવા સંદિગ્ધ વસ્તુ લઈને ન આવે.
જો કોઈ વિદ્યાર્થી ઘાતક હથિયાર કે શંકાસ્પદ વસ્તુ સાથે ઝડપાશે તો તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.સુરતમાં વિવિધ શાળાઓએ આ આદેશને અનુસરીને વિદ્યાર્થીઓની બેગની તપાસ શરૂ કરી દીધી છે. કેટલાક શાળાઓમાં વિદ્યાર્થીઓના બેગ સહિત જુદી જુદી રીતે ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.
સુરતનાાં જિલ્લા શિક્ષાણાધિકારીની ગાઈડલાઈન
- વિદ્યાર્થીઓની બેગ અને વાહનોની અચાનક તપાસ થશે
- વાલીઓને પણ નિયમિત ચેકિંગની સૂચના
- શિક્ષક ગેરહાજર હોય તો વિદ્યાર્થીઓને એકલા નહીં છોડી શકાય
- કાઉન્સેલિંગ બાદ સુધારો ન થાય તો કડક કાર્યવાહી થશે
- વિદ્યાર્થી પાસેથી તિક્ષ્ણ હથિયાર મળ્યે વાલીની હાજરીમાં કાઉન્સેલિંગ
- જરૂર પડે તો સસ્પેન્શન કે શાળામાંથી ડિસમિસ પણ થશે
- પ્રિન્સિપાલ-શિક્ષકોની ફરજ વિદ્યાર્થીઓને સલામત વાતાવરણ આપવાની
- કોઈપણ અસામાન્ય ઘટનાનો તરત જ રિપોર્ટ કચેરીમાં કરવો પડશે
પ્રિન્સિપાલ મહેશ પટેલે કહ્યું કે, “વિદ્યાર્થીઓની સુરક્ષા માટે શાળા સ્તરે ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. આ પ્રક્રિયા નિયમિત રીતે ચાલશે જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને.”