અમદાવાદ એરપોર્ટ બાદ હવે સુરત એરપોર્ટથી એક શંકાસ્પદ યુવાન હાઇડ્રોપોનિક ડ્રગ્સ સાથે ઝડપાયો, ડીઆરઆઇએ હાઇડ્રોપોનિક ગાંજો જપ્ત કર્યો છે. આ શંકાસ્પદ વ્યક્તિનું નામ એઝાઝ હાઇડ્રોપોનિક ડ્રગ્સ સાથે DRI (ડિરેક્ટોરેટ ઓફ રેવન્યું ઇન્ટેલિજન્સે) અને કસ્ટમ્સના અધિકારીઓ દ્વારા બેંગકોક થી સુરત આવનારી ફ્લાઇટમાં ઝડપાયો.
નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટ, 1985 હેઠળ આરોપીની ધરપકડ
એઝાઝ હાઇડ્રોપોનિક ડ્રગ્સ સાથે DRI અને કસ્ટમ્સના અધિકારીઓ દ્વારા બેંગકોક થી સુરત આવનારી ફ્લાઇટમાં ઝડપાયો. બેંગકોંકની ફ્લાઇટથી સુરત આવેલો એઝાઝ 14 કરોડના ‘હાઇડ્રોપોનિક ડ્રગ્સ’ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. હાઇડ્રોપોનિક ડ્રગ્સ સાથે આ એઝાઝનો કાળી કારમાં ફરાર થવાનો પ્લાન હોવાનું સામે આવ્યું છે. જે DRI અને કસ્ટમ્સ અધિકારીઓ દ્વારા ફેલ કરવામાં આવ્યા હતા. એઝાઝની તપાસ દરમિયાન 14 કિલોગ્રામ ‘ઇંગ્લિશ ગાંજા’ નો મોટો જથ્થો મળી આવ્યો હતો.
સૂત્રો અનુસાર આ ડ્રગ્સ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં 14 કરોડની કિમત ધરાવે છે. DRI ટીમે ‘કાળી કાર’ અને તેના માલિક સુધી પહોંચવાના પ્રયાસો હાથ ધર્યા છે. આથી આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સ્મગલિંગ નેટવર્ક થયું હોવાને કારણે સુરક્ષા એજન્સીઓ સામે એક નવો પડકાર ઊભો થયો છે.
અધિકારીઓના જણાવ્યા મુજબ, એઝાઝ એક આંતરરાષ્ટ્રીય નેટવર્ક સાથે સંકળાયેલો હોઈ શકે છે. આ માટે તેની કડક પૂછપરછ ચાલી રહી છે. જો એઝાઝ દ્વારા વધુ ખુલાસાઓ થાય તો સુરતમાંથી કાર્યરત સ્મગલિંગ નેટવર્કનો મોટો ભાંડો ફૂટવાની શક્યતા છે.