Thursday, Oct 23, 2025

ધાર્મિક: આજથી જૈનોના મહાપર્વ પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વનો પ્રારંભ

2 Min Read

જૈન ધર્મના મહાપર્વ આજથી પર્વાધિરાજ મહાપર્વ પર્યુષણનો પ્રારંભ થઈ રહ્યો છે. આજથી 8 દિવસ સુધી સમગ્ર રાજ્યમાં ઉજવાશે પર્યુષણ પર્વ. જૈન ધર્મના સૌથી મોટા પર્વની શરૂઆત થતા જૈનો દેરાસરમાં જૈન શ્રેષ્ઠીઓ પ્રભુભક્તિમાં લીન થશે. ક્ષમાપનાનો ઉત્સવ એટલે પર્યુષણ કહેવાય છે. આ પર્વમાં જૈન સાધુ સાધ્વી દ્વારા વ્યાખ્યાન આપવા આવે છે. આઠ દિવસ દરમિયાન વધુમાં વધુ ભક્તિ કરવાનું માહાત્મ્ય રહેલુ છે. નાના બાળકોથી માંડી મોટેરા સુધીના સૌ કોઈ લોકો ઉપવાસ, ચોવિહાર, એકાસણું, કરીને પાપોનું પ્રાયશ્ચિત કરે છે.

પર્યુષણમાં મોટી સંખ્યામાં જૈનો સવાર અને સાંજ પ્રતિક્રમણ કરશે
પર્યુષણમાં મોટી સંખ્યામાં જૈનો સવાર અને સાંજ પ્રતિક્રમણ કરશે. પુણ્યનું પોષણ અને આત્મશુદ્ધિનું ા પર્વ જિનશાસનની પરંપરા છે. પર્યુષણના પ્રથમ ત્રણ દિવસ અષ્ટાહ્લિકા ગ્રંથ પર પ્રવચન થાય છે. ચોથા દિવસથી કલ્પસૂત્રના વાંચનનો પ્રારંભ થશે. આઠ દિવસના પર્યુષણ પર્વમાં 7 દિવસ આરાધનાના છે, આઠમો દિવસ સિદ્ધિનો છે. આ દિવસે સંવત્સરી પ્રતિક્રમણ થાય છે.

1500થી વધુ સાધુ સાધ્વીજી ભગવંતોની નિશ્રા
પર્યુષણ અંગે માહિતી આપતા જૈન યુવક મહાસંઘના ભદ્રેશ શાહે જણાવ્યું કે શહેરના 260થી વધુ જૈન સંઘોમાં આ વર્ષે તપાગચ્છાધિપતિ આચાર્ય મનોહરકીર્તિસાગરજી મ.સા, ગચ્છાધિપતિ આચાર્ય હેમચંદ્પસૂરીજી, ગચ્છાધિપતિ આચાર્ય નરદેવસાગરસૂરીજી તેમજ 55 જેટલા જૈનાચાર્ટો. 1500થી વધુ સાધુ સાધ્વીજી ભગવંતોની નિશ્રા મળી રહી છે. હાલ શહેરના પ્રત્યેક સંઘમાં 8 ઉપવાસ, માસક્ષમણ, સિદ્ધિતપ જેવી કઠોર તપશ્રર્યાઓ કરવામાં આવી રહી છે.

Share This Article