અમદાવાદમાં ગઈકાલે ખોખરાની સેવન્થ ડે સ્કૂલમાં ધો-8ના વિદ્યાર્થીએ ધો-10ના સ્ટુડન્ટનું મર્ડર કર્યું છે. ધક્કામુક્કી જેવી સામાન્ય બાબતે વિદ્યાર્થીને શાળા બહાર છરી મારી દેતા ચકચાર મચી છે. ઘટનામાં વિદ્યાર્થી ગંભીર ઈજાગ્રસ્ત થતાં તેને તાત્કાલિક મણિનગરની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું.
વિદ્યાર્થીના મોત બાદ આક્રોશિત સિંધી સમાજના લોકોએ મોટી સંખ્યામાં શાળાએ પહોંચી તોડફોડ કરી હતી. ટોળું શાળામાં ઘૂસ્યું અને જે સામે મળ્યું તેને માર માર્યો. પાર્કિંગમાં પડેલી બસો, ગાડીઓ અને ટુ-વ્હીલરમાં ભારે તોડફોડ મચાવી. બાદમાં એક સ્ટાફની બોચી પકડી તેને ઉપરના માળે લઇ ગયા. આ સાથે પ્રિન્સિપાલ અને અન્ય સ્ટાફ સામે મળતા તેમને પણ ધોયા. શાળાની બિલ્ડિંગના દરવાજા તોડ્યા, કાચ ફોડ્યા, મિલકતને નુકસાન કર્યું. સ્થિતિ વણસતા પોલીસ પણ શાળાએ પહોંચી હતી.
શાળામાં ધક્કામુક્કી કરવાને લઈ થયો હતો વિધાર્થી વચ્ચે ઝઘડો
બીજી તરફ સમગ્ર ઘટનાની જાણ DEO કચેરીને કરવામાં ન આવતા તેમને આ બાબતે સ્કૂલને નોટીસ ફટકારીને જવાબ માંગ્યો છે. ઘોડાસરમાં નીલકંઠ રેસિડેન્સીમાં 15 વર્ષીય સગીર પરિવાર સાથે રહે છે અને તે ખોખરા સેવન્થ-ડે સ્કૂલમાં ઘોરણ-૧૦ માં ઈંગ્લીશ મિડિયમમાં અભ્યાસ કરે છે. જેમાં એક અઠવાડિયા પહેલા વિદ્યાર્થીના પિતરાઈભાઈ સિડી ઉતરતો હતો. ત્યારે ધોરણ-8ના વિદ્યાર્થી અને અન્ય એક વિદ્યાર્થી સાથે ધક્કામુક્કી થઈ હતી. જેને લઈને બંને ભાઇઓને વિદ્યાર્થી વચ્ચે ઝઘડો થયો હતો. તેની અદાવતમાં 15 વર્ષીય સગીર મંગળવારે સ્કૂલે ગયો હતો.
છરી મારનાર વિધાર્થી વિરુદ્ધ અગાઉ પણ શાળાને મળી હતી ફરિયાદ
વિધાર્થી બાદમાં બપોરે છૂટીને સ્કૂલમાંથી બહાર આવ્યો હતો. ત્યારે સ્કૂલની સામેના ભાગે ધોરણ-8ના વિદ્યાર્થીએ ધોરણ-10ના વિદ્યાર્થી સાથે મળીને સગીર સાથે ઝઘડો કર્યો હતો. આ દરમિયાન ધોરણ-10ના વિદ્યાર્થીએ સગીરને છરીના ઘા મારીને હત્યાનો પ્રયાસ કર્યો હતો. પોલીસને જાણ કરતા ખોખરા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. આ અંગે હત્યાના પ્રયાસ સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે 9 લોકોના નિવેદન નોંધ્યા છે, પોલીસે શિક્ષકો, સિક્યુરિટી ગાર્ડ સહિત 9 લોકોના નિવેદન નોધ્યા છે. તેમાં સામે આવ્યુ કે જે વિદ્યાર્થીએ છરી મારી તેની સામે અગાઉ સ્કૂલને અનેક ફરિયાદો મળી છે અને તેમાં કાર્યવાહી પણ કરવામાં આવી હતી.