Thursday, Oct 23, 2025

અફઘાનિસ્તાનમાં ભયંકર માર્ગ અકસ્માત, 50થી વધુ લોકોના મોત

1 Min Read

પશ્ચિમ અફઘાનિસ્તાનમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. આ અકસ્માતમાં 50 થી વધુ લોકોના મૃત્યુ થયા છે. ઈરાનથી પરત ફરતા પ્રવાસીઓને લઈ જતી એક પેસેન્જર બસ ટ્રક અને મોટરસાઈકલ સાથે અથડાઈ ત્યારે આ અકસ્માત થયો હતો. સ્થાનિક પોલીસ અને પ્રાંતીય અધિકારીએ આ અકસ્માત અંગે માહિતી આપી છે.

હેરાત પ્રાંતીય પોલીસે જણાવ્યું હતું કે બસની ઝડપી ગતિ અને બેદરકારીને કારણે આ અકસ્માત થયો હતો. પ્રાંતીય અધિકારી મોહમ્મદ યુસુફ સઈદીએ એએફપીને જણાવ્યું હતું કે બસ રાજધાની કાબુલ જઈ રહી હતી જેમાં તાજેતરમાં ઈરાનથી પાછા ફરેલા અફઘાન લોકોનો સમાવેશ થતો હતો. આ લોકો અફઘાન લોકોના એક મોટા જૂથનો ભાગ હતા જેમને તાજેતરના મહિનાઓમાં ઈરાનમાંથી દેશનિકાલ કરવામાં આવ્યા હતા અથવા બળજબરીથી હાંકી કાઢવામાં આવ્યા હતા.

અફઘાનિસ્તાનમાં ટ્રાફિક અકસ્માતો સામાન્ય છે. માર્ગ અકસ્માતો માટે ઘણા કારણો છે, જેમાં દાયકાઓથી ચાલતા સંઘર્ષ પછી ખરાબ રસ્તાઓ, હાઇવે પર ખતરનાક ડ્રાઇવિંગ અને નિયમોનું ઉલ્લંઘનનો સમાવેશ થાય છે. અફઘાનિસ્તાનમાં મોટાભાગની બસો જૂની અને તકનીકી રીતે અસુરક્ષિત છે અને આ પણ અકસ્માતનું એક મુખ્ય કારણ છે.

Share This Article