HomeGujaratદેવભૂમિ દ્વારકા, સુરત તથા વલસાડ જિલ્લામાં આગામી બે દિવસ અતિભારે વરસાદની આગાહી

દેવભૂમિ દ્વારકા, સુરત તથા વલસાડ જિલ્લામાં આગામી બે દિવસ અતિભારે વરસાદની આગાહી

Date:

Related stories

ગુજરાતી પાઇલોટ સ્મિત મચ્છરના સાહસને મળશે ગુજરાતનો ખાસ એવોર્ડ, CM ભૂપેન્દ્ર પટેલે કરી જાહેરાત

દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈ ફ્લાઈટમાં સર્જાયેલી ભયાનક...

ભારત-પાકિસ્તાનની હોકી મેચમાં છેલ્લી ઘડીએ પલટાયો ખેલ, આટલા પોઈન્ટથી જીતી ટીમ ઈન્ડિયા!

એશિયન ગેમ્સના હોકી મેદાન પર ભારત-પાકિસ્તાનની ટક્કર ફરી એકવાર...

2008 અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ: દોષિત અબ્બુની ફાંસી પર સુપ્રીમ કોર્ટની કેમ રોક?

2008ના ગોઝારા અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં એક મોટો અને...
spot_img

SEOC-ગાંધીનગર ખાતે રાહત નિયામકશ્રીના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ભારતીય હવામાન વિભાગના અધિકારીશ્રી દ્વારા ગુજરાતમાં આગામી સપ્તાહ દરમિયાન વરસાદની સ્થિતિ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

હવામાન વિભાગ દ્વારા આવતીકાલ તા. ૨૦ ઓગસ્ટના રોજ અમરેલી, ભાવનગર, સુરત, નવસારી તથા વલસાડ જિલ્લામાં તેમજ તા. ૨૧ ઓગસ્ટના રોજ કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર તથા જૂનાગઢ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત આગામી તા. ૨૫ ઓગસ્ટ સુધી સમગ્ર રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

બેઠકમાં NDRF અને SDRF અધિકારીશ્રીઓના જણાવ્યા મુજબ ચોમાસામાં દરમિયાન ઉપસ્થિત થતી કોઇપણ કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા NDRFની કુલ ૧૨ ટીમ અને SDRFની ૨૦ ટીમ અલગ-અલગ જિલ્લાઓ ખાતે ડીપ્લોય કરવામાં આવી છે. આ ઉપરાંત NDRFની એક ટીમ રીઝર્વ રાખવામાં આવી છે. વધુમાં, સુરેન્દ્રનગર જિલ્લામાં આયોજિત તરણેતરના મેળા માટે પણ એક SDRF ટીમ ફાળવવા રાહત નિયામકશ્રીએ સૂચના આપી હતી.

સિંચાઇ વિભાગના અધિકારીશ્રી દ્વારા રિઝિયન વાઈઝ ડેમમાં પાણીના સ્ટોરેજની સ્થિતિ અંગે વિસ્તૃત માહિતી આપી ચર્ચા કરવામાં આવી હતી. તેમણે રાજ્યના ૨૦૬ જળાશયો પૈકી ૬૧ જળાશયો હાઇએલર્ટ, ૨૭ જળાશયો એલર્ટ તથા ૨૧ જળાશયો વોર્નિંગ લેવલ પર હોવાનું આ બેઠકમાં જણાવ્યું હતું. આ ઉપરાંત સરદાર સરોવર નર્મદા નિગમના અધિકારીશ્રી દ્વારા સરદાર સરોવર સ્ટોરેજ વિશે પણ માહિતી આપવામાં આવી હતી.

આ બેઠકમાં રાહત નિયામકશ્રી દ્વારા તમામ વિભાગના નોડલ અધિકારીશ્રીઓને જરૂરી માર્ગદર્શન તથા સૂચનાઓ પાઠવવામાં આવી હતી. સાથે જ, ચોમાસામાં સંભવિત ભારે વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા એલર્ટ રહેવા પણ જણાવ્યું હતું.

Subscribe

Latest stories