Thursday, Oct 23, 2025

ઇટાલી: લેમ્પેડુસા દરિયાકાંઠે નૌકાદુર્ઘટના, 26 સ્થળાંતરકારોના કરુણ મોત, અનેક લાપતા

2 Min Read

ઇટાલીના લેમ્પેડુસા ટાપુ નજીક એક મોટી દુર્ઘટના સર્જાઈ હોવાનું પ્રકાશમાં આવ્યું છે. મળતી વિગતો પ્રમાણે આશરે 100 લોકો સ્થળાંતર કરી રહ્યાં હતા તેમની બોટ પલટી ગઈ હતી. આ અકસ્માતમાં આશરે 26 લોકોનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. આ સાથે સાથે અનેક લોકો લાપતા હોવાનું જાણવા મળ્યું છે. ઇટાલિયન કોસ્ટ ગાર્ડ અને સંયુક્ત રાષ્ટ્ર શરણાર્થી એજન્સીએ આ ઘટના અંગે માહિતી આપી હતી.

60 સ્થળાંતર કરનારાઓનો આબાદ બચાવ કરવામાં આવ્યો

સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, 60 લોકોને બચાવી લેવામાં આવ્યાં છે. આ દુર્ઘટનામાં બચી ગયેલા 60 લોકોને લેમ્પેડુસાના એક કેન્દ્રમાં લાવવામાં આવ્યા છે. લિબિયાથી નીકળતી વખતે હોડીમાં 92 થી 97 લોકો સવાર હતા. કોસ્ટ ગાર્ડે એક નિવેદનમાં જણાવ્યું હતું કે મૃત્યુઆંક 26 છે, પરંતુ આ આંકડો વધી શકે તેવી સંભાવનાઓ છે. અત્યારે બચાવકાર્ય ચાલી રહ્યું છે.બે બોટમાં 95 લોકો સવાર હોવાનું જાણવા મળ્યું.

આ દુર્ઘટનામાં જેટલા લોકોનો જીવ બચી ગયો છે તેમના નિવેદનો લેનામાં આવ્યાં છે. આ નિવેદનોના આધારે જાણવા મળ્યું છે કે, બે બોટમાં 95 લોકો સવાર હતા અને તે લીબિયાથી નીકળ્યાં હતા. જ્યારે બેમાંથી એક બોટમાં પાણી ભરવાનું શરૂ થયું, ત્યારે બધા મુસાફરોને બીજી બોટમાં ખસેડવામાં આવ્યા જે ફાઇબરગ્લાસથી બનેલી હતી અને તે વધુ વજનને કારણે પલટી ગઈ હતી. જેથી 26 લોકોનું અકાળે મોત થયું છે.

Share This Article