Friday, Dec 12, 2025

જસ્ટિસ વર્મા વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ લોકસભામાં મંજૂર, સ્પીકરે સમિતિ બનાવી, સમિતિમાં કોણ કોણ છે?

3 Min Read

લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ મંગળવારે કેશ કાંડ કેસમાં અલ્હાબાદ હાઈકોર્ટના જસ્ટિસ યશવંત વર્મા સામે મહાભિયોગ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી. સ્પીકરે કહ્યું, ‘મને રવિશંકર પ્રસાદ અને વિપક્ષના નેતા સહિત કુલ 146 સભ્યો દ્વારા સહી કરાયેલ પ્રસ્તાવ મળ્યો છે.

‘તેમણે કહ્યું કે આ પ્રસ્તાવમાં અલ્હાબાદ હાઈકોર્ટના જસ્ટિસ યશવંત વર્માને તેમના પદ પરથી હટાવવાની માંગ કરવામાં આવી છે. સ્પીકરે તપાસ માટે 3 સભ્યોની કમિટીની રચના કરી છે. તેમાં સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના એક-એક જજ અને એક વકીલનો સમાવેશ થાય છે.

સ્પીકર બિરલાએ કહ્યું- જસ્ટિસ વર્માને હટાવવાની જરૂર છે’અમે જજની તપાસ કાયદાની જોગવાઈઓનો અભ્યાસ કર્યો છે. અમે સુપ્રીમ કોર્ટના જાહેર કરેલા કાયદા તેમજ અન્ય ઘણા ચુકાદાઓનો પણ અભ્યાસ કર્યો છે. સુપ્રીમ કોર્ટે ફરિયાદને ગંભીર પ્રકારની ગણાવી છે. આંતરિક પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું હતું.

”આ મામલા પર વિચાર કર્યા પછી, CJIએ જસ્ટિસ વર્મા અને દિલ્હી હાઈકોર્ટના ચીફ જસ્ટિસની પ્રતિક્રિયાના આધારે અભિપ્રાય આપ્યો કે સંપૂર્ણ તપાસ જરૂરી છે. તેથી, 3 સભ્યોની કમિટી બનાવવામાં આવી છે.

સમિતિમાં કોણ કોણ છે?આ સમિતિમાં ત્રણ લોકોને સામેલ કરવામાં આવ્યા છે. જેમાં સુપ્રીમ કોર્ટના જસ્ટિસ અરવિંદ કુમાર, મદ્રાસ હાઈકોર્ટના જસ્ટિસ મનિન્દર મોહન શ્રીવાસ્તવ અને કર્ણાટક હાઈકોર્ટના સિનિયર એડવોકેટ બી.વી. અચાનો સમાવેશ થાય છે.

”અમને યાદ છે કે તત્કાલીન CJIએ આ રિપોર્ટ પીએમ અને રાષ્ટ્રપતિને મોકલ્યો હતો. એવું પણ કહેવામાં આવ્યું છે કે આ કેસમાં અગાઉની જોગવાઈઓ મુજબ કામ કરવામાં આવ્યું છે. સમિતિના રિપોર્ટમાં આરોપો એવા પ્રકારના છે કે જસ્ટિસ વર્માને હટાવવા માટે કાર્યવાહી શરૂ કરવાની જરૂર છે.

”સ્વતંત્ર તપાસ પછી, અમને જાણવા મળ્યું છે કે ભારતના બંધારણની કલમ 124 હેઠળ જજને હટાવવાની પ્રક્રિયા નિયમો અનુસાર શરૂ થવી જોઈએ. દોષરહિત ચારિત્ર્ય એ ન્યાયતંત્રમાં માણસના વિશ્વાસનો પાયો છે.’ આ કેસમાં સામેલ તથ્યો ભ્રષ્ટાચાર તરફ ઈશારો કરે છે અને કાર્યવાહીની જરુર છે.

‘બંધારણના અનુચ્છેદ 124 હેઠળ, અલ્હાબાદ હાઈકોર્ટના જજ જસ્ટિસ વર્માને પદ પરથી હટાવવાનો પ્રસ્તાવ રજૂ કરે છે. આ અંગે આગળની કાર્યવાહી થવી જોઈએ. તેને યોગ્ય માનીને મેં તેને મંજૂરી આપી દીધી છે.’ જસ્ટિસ વર્માને પદ પરથી હટાવવાના આરોપોની તપાસ માટે મેં 3 સભ્યોની કમિટી બનાવી છે. કમિટીમાં સુપ્રીમ કોર્ટના જસ્ટિસ અરવિંદ કુમાર, મદ્રાસ હાઇકોર્ટના ચીફ જસ્ટિસ મનિન્દર મોહન શ્રીવાસ્તવ અને કર્ણાટક હાઇકોર્ટના સીનિયર વકીલ બી.વી. આચાર્યનો સમાવેશ થાય છે.

Share This Article