Wednesday, Nov 5, 2025

સુરત: સરથાણા પોલીસ સ્ટેશનના PSI લાંચ લેતા ACBના હાથે ઝડપાયા

2 Min Read

સુરતમાં સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PSI રૂપિયા 40 હજારની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાઈ ગયા છે, આરોપીને માર નહી મારવાનો તેમજ વહેલા જામીન પર મુકત કરવા માટે લાંચ માગી હોવાની વાત સામે આવી છે, આરોપી પીએસઆઈની અટકાયત કરીને આગળની કાર્યવાહી કરવામાં આવી છે.

જાણો પીએસઆઈએ કેમ માગી લાંચ

આ કામે હકિકત એવી છે કે, આ કામના ફરિયાદીના માસીના દીકરા તથા તેના મિત્ર ઉપર સરથાણા પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ થયો હતો જેમાં ગુનાની તપાસ પીએસઆઈ કરી રહ્યા હતા, તે દરમિયાન આરોપીને માર નહી મારવાનો તેમજ વહેલા જામીન ઉપર મુકત કરાવી દેવાના આ બાબતે લાંચની માગણી કરી હતી અને ફરિયાદી લાંચ આપવા માંગતા ન હતા જેના કારણે તેમણે એસીબીનો સંપર્ક કર્યો હતો અને લાંચના છટકા દરમ્યાન આરોપી ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી, લાંચના નાણાં સ્વિકારી, પકડાઇ જઇ ગુનો કરેલ છે.

આરોપી :

એમ.જી. લીંબોલા, નોકરી- પી.એસ.આઈ., સરથાણા પોલીસ સ્ટેશન, સુરત શહેર

લાંચની માંગણીની રકમ: રૂ.૪૦,૦૦૦/-

લાંચની સ્વીકારેલ રકમ: રૂ.૪૦,૦૦૦/-

લાંચની પરત મેળવેલ રકમ: રૂ.૪૦,૦૦૦/-

ટ્રેપની તારીખ : તા.૦૬/૦૮/૨૦૨૫

ટ્રેપનું સ્થળ: સરથાણા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફની ઓફિસમાં, સુરત શહેર

ટ્રેપીંગ અધિકારી:

શ્રી એમ.જે.શિંદે, પોલીસ ઇન્સ્પેક્ટર, ભરૂચ એ.સી.બી.પો.સ્ટે.

મદદમાં :

શ્રી એ.જે.ચૌહાણ, ઇન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર, વડોદરા ગ્રામ્ય એ.સી.બી.પો.સ્ટે. તથા બંને પોલીસ સ્ટેશનની ટીમ

સુપરવિઝન અધિકારી :

શ્રી બી. એમ. પટેલ, ઇન્ચાર્જ નાયબ નિયામક, એ.સી.બી., વડોદરા એકમ, વડોદરા.

Share This Article