સુરતમાં ફાયર વિભાગ દ્વારા આજે 4 હોસ્પિટલને સીલ મારવામાં આવી છે. ફાયર એનઓસીને લઈને ફાયર વિભાગ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. આ કાર્યવાહીને પગલે અન્ય હોસ્પિટલ અને ઔધોગિક એકમમાં ફફડાટ પ્રસરી ગયો છે.
સુરતમાં ફાયર સેફટીને લઈને ફાયર વિભાગ એક્શન મોડમાં છે. આજે ફાયર વિભાગ દ્વારા ફાયર એનઓસીને રીન્યુ ના કરાવવાને લઈને 4 હોસ્પિટલ સીલ કરી છે. જે ચાર હોસ્પિટલ સીલ કરી છે તેમાં પાંડેસરા પિયુષ પોઈન્ટ પાસે આવેલી દીપ ચિલ્ડ્રન કેર હોસ્પિટલ, કવિતા પ્રસુતિગૃહ એન્ડ જનરલ હોસ્પિટલ, પાંડેસરા કૈલાશ ચોકડી પાસે આવેલી એડવાન્સ ઓર્થોપેડિક ધ સર્જીકલ હોસ્પિટલ અને ઉધના નવસારી મેઈન રોડ ઉન પાટિયા પાસે આવેલી ઉન મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનો સમાવેશ થાય છે.
ચીફ ફાયર ઓફિસર વસંત પારીખએ જણાવ્યું હતું કે, ફાયર એનસીઓ રીન્યુ ના કરાવવાને લઈને હોસ્પિટલને સીલ મારવામાં આવી છે. અગાઉ આ મામલે 3 થી 4 નોટીસ પણ આપવામાં આવી હતી.