Saturday, Oct 25, 2025

આજથી રાજ્યમાં વધશે વરસાદનું જોર, દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદથી આગાહી

1 Min Read

રાજ્યમાં જૂન મહિનાથી જ અનેક જિલ્લાઓમાં વરસાદ ધમાકેદાર બેટિંગ કરી રહ્યો છે. જૂલાઈમાં પણ હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે વરસાદ રાજ્યના અનેક જિલ્લાઓમાં ધમાકેદાર બેટિંગ કરશે. 12 જૂલાઈથી લઈ 17 જૂલાઈ સુધી વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે આગામી 17 જુલાઈ સુધી છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહીનું અનુમાન વ્યક્ત કર્યું છે.

આજે આ જિલ્લાઓમાં ખાબકશે વરસાદ
હવામાન વિભાગની આગાહી મુજબ આજે રાજ્યના 7 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અરવલ્લી, મહિસાગર, દાહોદ, અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ અને દમણ અને દાદરા નગર હવેલીમાં આજે ભારે વરસાદનું અનુમાન હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યું છે. આ સિવાય સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં સામાન્યથી લઈ મધ્યમ વરસાદની આગાહી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ આજે વરસાદનું એલર્ટ છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં હવે 14 જુલાઈએ 11 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે 15મી તારીખે 9 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં સતત છેલ્લા કેટલાય દિવસોથી ભારે વરસાદની સ્થિતિ જોવા મળી રહી છે. ચોમાસાની શરૂઆત થતાની સાથે મેઘરાજાએ શાનદાર બેટિંગ કરી છે.

Share This Article