રાજસ્થાનનું ખાટુશ્યામ મંદિર સુપ્રસિદ્ધ છે. બાબા ખાટુશ્યામના દર્શન દૂરદૂરથી શ્રદ્ધાળુઓ આવે છે, પરંતુ તાજેતરમાં મંદિરની બહાર શ્રદ્ધાળુઓ સાથે મારામારી થયાની ઘટના સામે આવી છે. જેનો સોશિયલ મીડિયા પર વીડિયો પણ વાયરલ થયો છે.
શ્રદ્ધાળુઓ સાથે મારામારીનો વીડિયો વાયરલ
ખાટુશ્યામ મંદિરની બહાર દુકાનદારે સામાન્ય બાબતમાં શ્રદ્ધાળુઓ સાથે લાકડી અને ડંડા વડે મારામારી કરી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, સ્થાનિક દુકાનદાર શ્રદ્ધાળુ મહિલાઓ અને પુરુષો પર ડંડા વડે સતત હુમલો કરી રહ્યો છે. મારામારીમાં જે પણ વચ્ચે આવે છે, તેને પણ દુકાનદાર છોડી રહ્યો નથી. આ વીડિયોને સોશિયલ મીડિયા યુઝર્સ શેર કરી રહ્યા છે અને ઘટનાની નિંદા કરી રહ્યા છે.
વાઇરલ વીડિયોમાં બર્બરતાનું દ્રશ્ય
સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા વીડિયોમાં બર્બરતાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. તેમાં જોવા મળી રહ્યું છે કે, બે પક્ષો સામસામે એકબીજા પર જીવલેણ હુમલો કરી રહ્યા છે. મારામારી વખતે વચ્ચે મહિલા આવતા લોકો તેને પણ દંડા મારી રહ્યા છે. તો મહિલા પણ દંડા મારતી જોવા મળી રહી છે. એટલું જ નહીં, જે પણ વચ્ચે પડે છે, તેના પર પણ હુમલો થતો જોવા મળી રહ્યો છે. ઘટના અંગે પોલીસ તપાસ શરૂ કરી દીધી છે અને વાઇરલ વીડિયોમાં સામેલ લોકોને ઓળખવાનો પ્રયાસ કરી રહી છે.