વડોદરા જિલ્લાના પાદરામાં મોટી દુર્ઘટના સર્જાઇ હતી. મળતી જાણકારી અનુસાર, પાદરા-જંબુસર વચ્ચેનો ગંભીરા બ્રિજ તૂટ્યો હતો. જર્જરીત મુજપુર ગંભીરા બ્રિજ તૂટતા 10 લોકોના મોત થયા હતા અને પાંચ લોકોને બચાવાયા હતા. જોકે દુર્ઘટનામાં અત્યાર સુધી જાનહાનિના કોઈ સમાચાર નહીં. પાદરા-જંબુસર વચ્ચેનો મુજપુર ગંભીરા બ્રિજ તૂટ્યો હતો. બ્રિજ તૂટતા પાંચ વાહનો ખાબક્યાની કલેક્ટરે માહિતી આપી હતી. કલેક્ટરે કહ્યું કે એક બાઈક, એક કાર અને અન્ય ત્રણ વાહનો ખાબક્યા હતા. હાલમાં નદીમાં ખાબકેલા લોકોના રેસ્ક્યૂની કામગીરી કરવામાં આવી રહી છે.

મુજપુર ગંભીરા બ્રિજ તૂટતા વાહનો નદીમાં પડ્યા હતા. મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતા બ્રિજમાં ભંગાણ થયું હતું. જેના કારણે અનેક વાહનો નદીમાં ખાબક્યા હોવાની માહિતી મળી રહી છે. પોલીસ અને મોટી સંખ્યામાં લોકો સ્થળ પર પહોંચ્યા હતા. બ્રિજ જર્જરીત હોવા છતાં ભારે વાહનો પસાર થતા હતા. પૂર્વ ધારાસભ્ય જશપાલસિંહ પઢીયારે કહ્યું હતું કે કાર અને બાઈક પણ પૂલમાં ખાબકી છે. પૂલ છેલ્લા સમયથી જર્જરિત હતો.
બ્રિજ તૂટતા નદીમાં બે ટ્રક ખાબક્યા હતા. દુર્ઘટનામાં એક ટેન્કર બ્રિજ પર લટક્યું હતું. પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ કહ્યું હતું કે પાણીમાં ખાબકેલા લોકોને બચાવવાની કામગીરી શરુ કરાઇ છે. કલેક્ટરે કહ્યું હતું કે મહીસાગર નદી પર મુંજપુર બ્રિજ તૂટ્યો છે. એક બોલેરો, એક બાઈક નદીમાં ખાબક્યા હતા. અન્ય ત્રણ વાહનો પણ નદીમાં ખાબક્યા છે.
રાજ્યના માર્ગ અને મકાન વિભાગની ગંભીર બેદરકારી સામે આવી હતી. ગંભીરા બ્રિજ જર્જરિત હોવા છતાં બંધ ન કરતા દુર્ઘટના બની હતી. 1981માં ગંભીરા બ્રિજ બન્યો હતો. 1985માં ગંભીરા બ્રિજને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ નવો બ્રિજ બનાવવા માંગણી કરી હતી. સરકારે નવો બ્રિજ બનાવવા મંજૂરી આપી હતી. નવો બ્રિજ બનાવવા સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. પરંતુ જર્જરિત બ્રિજ પર વાહનોની અવરજવર બંધ કરાઇ નહોતી.