Wednesday, Nov 5, 2025

સુરતમાં સવારે 8 થી 10 વચ્ચે 135 મી.મી વરસાદ, બે કલાકમાં 5.5 ઇંચ વરસાદ, ક્રોઝવે વાહનવ્યવહાર માટે બંધ

1 Min Read

સુરત શહેર સહિત ઉપરવાસમાં ગઈકાલ રાતથી થઈ રહેલા અવિરત વરસાદને પગલે રાંદેર અને સિંગણપોરને જોડતો વિયરકમ કોઝવે ઓવરફ્લો થયો છે. પાણીનું સ્તર 6 ફૂટની સપાટીએ પહોંચતા હાલ કોઝવે વાહનવ્યવહાર માટે મહાનગર પાલિકા દ્વારા બંધ કરાયો છે. શહેરમાં સતત વરસાદને કારણે SMC કમિશ્નરશ્રી શાલિની અગ્રવાલ દ્વારા ICCC(ઇન્ટિગ્રેટેડ કંટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટર) ખાતેથી સતત મોનીટરીંગ કરાઇ રહ્યું છે. તેમજ સંબંધિત અધિકારીઓને તાત્કાલિક પગલાં લેવા માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી રહી છે.

સુરત શહેરમાં અચાનક પડેલા ભારે વરસાદે શહેરના સામાન્ય જીવનને તહેસ નહેસ કરી દીધું છે. રવિવારની વહેલી સવારે શરૂ થયેલા વરસાદે માત્ર 6 કલાકમાં આશરે 7.5 ઇંચ જેટલો વરસાદ વરસાવ્યો હતો. પરિણામે શહેરના મોટા ભાગના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અને અનેક માર્ગો પર ટ્રાફિક જામની સ્થિતી સર્જાઈ હતી.

વિશેષ કરીને ગોડાદરા, વેડ રોડ, કતારગામ, ઉધના, રાંદેર, એલ.પી. સવાણી રોડ અને જહાંગીરપૂરા વિસ્તારોમાં વરસાદનું પાણી ઘરો અને દુકાનોમાં ઘૂસી જતાં લોકો હાલાકીમાં મુકાઈ ગયા હતા. કેટલાક વિસ્તારોમાં એલ.જી.બી. માર્ગ અને ગ્રામ્ય વિસ્તારના અંડરપાસ બંધ કરવાં પડ્યાં હતા.

Share This Article