Monday, Dec 22, 2025

શ્રીનગરમાં ગરમીએ 20 વર્ષનો રેકોર્ડ તોડ્યો, તાપમાન 35.5 ડિગ્રી સુધી પહોચી ગયું

1 Min Read

શ્રીનગરમાં ભારે ગરમીએ 20 વર્ષનો રેકોર્ડ તોડી દીધો છે. શ્રીનગરનું તાપમાન 35.5 ડિગ્રી સુધી પહોચી ગયુ હતું જે દિલ્હીના મહત્તમ તાપમાનથી 1.1 ડિગ્રી સેલ્સિયસ વધુ રહ્યું હતું.

આ ભૌગોલિક પરિવર્તને સ્પષ્ટ કર્યું છે કે ગ્લોબલ વોર્મિંગના પ્રભાવથી પહાડી વિસ્તાર ઝડપથી ગરમ થઇ રહ્યો છે. ઉત્તર ભારતના રાજ્યોમાં જૂન મહિનામાં ભારે ગરમી પડી હતી, જોકે થોડા દિવસોથી શરુ થયેલા વરસાદે વાતાવરણ ઠંડુ બનાવ્યું છે. જોકે આજે શુક્રવારે દિલ્હીથી વધુ ગરમી પહાડી શહેર શ્રીનગરના લોકોએ અનુભવી હતી.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, શુક્રવારે શ્રીનગરનું મહત્તમ તાપમાન 35.2 ડિગ્રી સેલ્સિયસ હતું, જે સામાન્ય કરતા 6.8 ડિગ્રી સેલ્સિયસ વધારે છે. તે જ સમયે, દિલ્હીનું મહત્તમ તાપમાન 34.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. શ્રીનગરમાં ભારે ગરમીએ 20 વર્ષનો રેકોર્ડ તોડી દીધો છે.

સામાન્ય રીતે શ્રીનગર ન વધુ ઠંડી કે ન વધુ ગરમી વાળુ શહેર છે, પરંતુ ચાલુ વર્ષ 2025માં ગરમીએ શ્રીનગરનો 20 વર્ષનો રેકોર્ડ તોડયો છે. 2005 બાદ પ્રથમ વાર શ્રીનગરમાં આટલી વધુ ગરમી પડી છે.

Share This Article