ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે ઈરાન દ્વારા ઈઝરાયલ પર જોરદાર રીતે મિસાઈલોના એક પછી એક પ્રહાર કરવામાં આવી રહ્યા છે ત્યારે ઈઝરાયલ દ્વારા ફાઇટર જેટ દ્વારા સતત ઈરાનના મહત્ત્વના સંરક્ષણ, પરમાણુ અને અન્ય ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. આ દરમિયાન એવા અહેવાલ આવી રહ્યા છે. મધ્ય ઈરાનના સેમનાન પ્રાંતમાં 20 જૂનની રાતે જોરદાર ભૂકંપ આવ્યો હતો. જેના લીધે લોકોમાં ડર ફેલાયો હતો. જોકે હજુ સુધી આ ભૂકંપની કોઈ મોટા નુકસાનની માહિતી સામે આવી નથી.
સ્થાનિક સમયાનુસાર ભૂકંપ રાતે 8:49 વાગ્યે આવ્યો હતો જેની તીવ્રતા 5.1 મપાઈ હતી. આ આંચકો સેમનાન શહેરથી 36 કિ.મી. દક્ષિણ પશ્ચિમમાં નોંધાયો હતો. યુરોપતિન ભૂમધ્યસાગર સિસ્મોલોજી સેન્ટર, જર્મન રિસર્ચ સેન્ટર ફોર જિયોસાયન્સિઝ અને નાગરિક સિસ્મોગ્રાફ નેટવર્કે પણ આ ભૂકંપની પુષ્ટી કરી હતી. તેનું કેન્દ્ર જમીનથી 35 કિ.મી. ઊંડે હોવાનું જણાવાયું હતું.
ઇઝરાયેલ સામે ઇરાનના યુદ્ધ વચ્ચે શુક્રવાર મોડી રાત્રે ઇરાનમાં કઇક એવું થયું જેને નવી થિયરીને જન્મ આપ્યો છે. ઇરાનમાં 5.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપ બાદ અટકળો લાગી રહી છે કે ઇરાને કોઇ પરમાણુ પરીક્ષણ તો નથી કરી નાખ્યું. આ ભૂકંપ 20 જૂને સ્થાનિક સમય અનુસાર રાત્રે 9.19 વાગ્યે આવ્યો હતો. મહત્ત્વપૂર્ણ છે કે ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ઇરાનના પરમાણુ ઠેકાણાને ખતમ કરવાની સોગંધ ખાધી છે.
કેટલું તીવ્ર, કેટલું જોખમી?
ભૂકંપ કેટલો ખતરનાક છે? તે રિક્ટર સ્કેલ પર માપવામાં આવે છે. ભૂકંપમાં, રિક્ટર સ્કેલનો દરેક સ્કેલ અગાઉના સ્કેલ કરતા ૧૦ ગણો વધુ ખતરનાક હોય છે.
- ૦ થી ૧.૯ ની તીવ્રતાવાળા ધરતીકંપ માત્ર સિસ્મોગ્રાફ દ્વારા શોધી શકાય છે.
- જ્યારે ૨ થી ૨.૯ ની તીવ્રતાનો ભૂકંપ આવે છે, ત્યારે થોડું કંપન થાય છે.જ્યારે
- ૩ થી ૩.૯ની તીવ્રતાનો ભૂકંપ આવે છે ત્યારે એવું લાગે છે કે જાણે કોઈ ટ્રક ત્યાંથી પસાર થઈ ગઈ હોય.
- ૪ થી ૪.૯ની તીવ્રતાના ભૂકંપમાં વિન્ડો તૂટી શકે છે. દિવાલો પર લટકતી ફ્રેમ્સ પડી શકે છે.
- ૫ થી ૫.૯ની તીવ્રતાના ભૂકંપમાં ઘરનું ફર્નિચર હલી શકે છે.
- ૬ થી ૬.૯ ની તીવ્રતાનો ધરતીકંપ ઇમારતોના પાયામાં તિરાડ પડી શકે છે, જેનાથી ઉપરના માળને નુકસાન થાય છે.
- જ્યારે ૭ થી ૭.૯ની તીવ્રતાનો ભૂકંપ આવે છે ત્યારે ઇમારતો ધરાશાયી થાય છે.
- ૮ થી ૮.૯ની તીવ્રતાના ભૂકંપમાં ઈમારતો તેમજ મોટા પુલ ધરાશાયી થઈ શકે છે.
- ૯ કે તેથી વધુ તીવ્રતાનો ધરતીકંપ મોટાપાયે વિનાશનું કારણ બને છે. જો કોઈ ખેતરમાં ઊભું હોય, તો તે પૃથ્વીને ધ્રુજારી જોશે. જો સમુદ્ર નજીક છે, તો સુનામી આવી શકે છે.