ઈરાન અને ઈઝરાયલ વચ્ચેના યુદ્ધનો આજે આઠમો દિવસ છે. ઈઝરાયલના સંરક્ષણ પ્રધાન ઈઝરાયલ કાત્ઝે કહ્યું કે ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીને જીવવાનો કોઈ અધિકાર નથી. ઈરાન પછી ભારતીય વિદેશ મંત્રાલયે હવે ઈઝરાયલમાંથી ભારતીય નાગરિકોને પણ બહાર કાઢવાની જાહેરાત કરી છે.
ઈઝરાયલ શું ઇચ્છે છે?
મહત્વનો પ્રશ્ન એ છે કે ઈઝરાયલ શું ઇચ્છે છે? ઈઝરાયલ કહે છે કે ઈરાનનો પરમાણુ કાર્યક્રમ તેના અસ્તિત્વ માટે ખતરો છે. 13 જૂને જ્યારે તેણે ઈરાન પર હુમલો કર્યો ત્યારે તેણે કહ્યું હતું કે આ ઈસ્લામિક દેશ પરમાણુ શસ્ત્રો બનાવવાથી માત્ર એક ડગલું દૂર છે. ઈઝરાયલ સ્પષ્ટપણે કહે છે કે તે ઈરાનને એવા પરમાણુ શસ્ત્રો મેળવવા દેશે નહીં જે ફક્ત તેના માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે ખતરો છે. જો અમેરિકા પણ ઈરાન અને ઈઝરાયલ વચ્ચેના આ યુદ્ધમાં સામેલ થાય છે, તો ચોક્કસપણે મધ્ય પૂર્વમાં પરિસ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે.
ઈરાનનો પરમાણુ કાર્યક્રમ તેના અસ્તિત્વ માટે ખતરો
ઈઝરાયલ કહે છે કે ઈરાનનો પરમાણુ કાર્યક્રમ તેના અસ્તિત્વ માટે ખતરો છે. 13 જૂને જ્યારે તેણે ઈરાન પર હુમલો કર્યો ત્યારે તેણે કહ્યું હતું કે આ ઈસ્લામિક દેશ પરમાણુ શસ્ત્રો બનાવવાથી માત્ર એક ડગલું દૂર છે. ઈઝરાયલ સ્પષ્ટપણે કહે છે કે તે ઈરાનને એવા પરમાણુ શસ્ત્રો મેળવવા દેશે નહીં જે ફક્ત તેના માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે ખતરો છે.
જો અમેરિકા પણ ઈરાન અને ઈઝરાયલ વચ્ચેના આ યુદ્ધમાં સામેલ થાય છે.તો ચોક્કસપણે મધ્ય પૂર્વમાં પરિસ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે.
ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર હુમલો કરવાની યોજનાને મંજૂરી આપી
આ ઉપરાંત મળતી માહિતી મુજબ, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર હુમલો કરવાની યોજનાને મંજૂરી આપી દીધી છે પરંતુ હજુ સુધી અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. ટ્રમ્પે કહ્યું કે તેઓ ઈરાન પર હુમલો કરવા માંગતા નથી. પરંતુ જો ઈરાનના પરમાણુ કાર્યક્રમને સમાપ્ત કરવા માટે આવું કરવું જરૂરી બને તો તેઓ કાર્યવાહી કરવા તૈયાર છે.