HomeGujaratમેઘરાજાનું તાંડવ: ગઢડામાં 14 ઇંચથી વધુ વરસાદ, સૌરાષ્ટ્ર પાણીમાં ગરકાવ

મેઘરાજાનું તાંડવ: ગઢડામાં 14 ઇંચથી વધુ વરસાદ, સૌરાષ્ટ્ર પાણીમાં ગરકાવ

Date:

Related stories

CBSE સ્કૂલોમાં મોટો ફેરફાર! હવે ફીથી લઈને કેન્ટીન સુધી ડિજિટલ પેમેન્ટનો આદેશ, જાણો નવા નિયમો

દેશભરમાં ડિજિટલ ક્રાંતિના પવન વચ્ચે હવે શાળાઓ પણ સંપૂર્ણપણે...

Video Noida Supernova Suicide: 43મા માળેથી કૂદી યુવકે કરી આત્મહત્યા; મૃત્યુ પહેલા કર્યો હતો વિડિયો રેકોર્ડ!

જીવનની આર્થિક મુશ્કેલીઓ ક્યારેક માણસને એવા અંધકાર તરફ ધકેલી...
spot_img

રાજ્યમાં ચોમાસાના આગમન સાથે જ સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગરના અહેવાલ મુજબ છેલ્લાં ૨૪ કલાક દરમિયાન બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં સૌથી વધુ 14 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જ્યારે, ભાવનગર જિલ્લાના પાલીતાણા અને શિહોર 12-12 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. રાજ્યમાં ભાવનગર જિલ્લામાં સૌથી વધુ સરેરાશ 8 ઇંચ તેમજ બોટાદ જિલ્લામાં એક જ દિવસમાં સરેરાશ 7.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.

ભાવનગર, અમરેલીમાં 10 ઇંચ કરતાં વધુ વરસાદ
તાલુકાની વાત કરીએ તો, ગત 24 કલાકમાં ભાવનગરના જેસર અને ઉમરાળા, અમરેલીના સાવર કુંડલા તેમજ બોટાદ તાલુકામાં 10 ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. ભાવનગરના મહુવા તાલુકામાં પણ 9 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત અમરેલીના રાજુલા, અમરેલી અને લીલીયા, ભાવનગરના વલ્લભીપુર અને તળાજા તેમજ સુરેન્દ્રનગરના ચોટીલા તાલુકામાં પણ 6 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.

સમગ્ર સૌરાષ્ટ્રમાં પડી રહ્યો છે વરસાદ
વધુમાં, ભાવનગરના ગારીયાધાર, રાજકોટના વિંછીયા, ભરૂચના હાંસોટ, અમરેલીના બાબરા અને ખાંભા તેમજ મોરબી તાલુકામાં 4 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. જ્યારે, મોરબીના ટંકારા અને હળવદ, રાજકોટના જસદણ અને જેતપુર, સુરેન્દ્રનગરના ચુડા, સાયલા, થાનગઢ અને મુળી, ભરૂચના વાગરા અને અંકલેશ્વર, સુરતના ઓલપાડ, અમરેલીના લાઠી, કચ્છના માંડવી, ભાવનગર ઉપરાંત જૂનાગઢ શહેર અને તાલુકામાં પણ 3 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.

25 તાલુકામાં બે ઇંચથી વધુ વરસાદ
આ ઉપરાંત રાજ્યના 25 તાલુકામાં બે ઇંચથી વધુ, 66 તાલુકામાં એક ઈંચથી વધુ જ્યારે, 93 તાલુકામાં એક ઇંચ કરતા ઓછો વરસાદ નોંધાયો છે. આમ, છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં 33 જિલ્લાના કુલ 221 તાલુકામાં સરેરાશ 1.5 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.

Subscribe

Latest stories