Wednesday, Nov 5, 2025

સુરતમાંથી મોટો બેંક ફ્રોડ પકડાયો: યાર્ન વેપારના નામે 16.38 કરોડની લોન લીધી, મુખ્ય આરોપી પકડાયો

2 Min Read

સુરતની આર્થિક ગુના નિવારણ શાખાએ તમિલનાડુ મર્કન્ટાઇલ બેંકમાંથી 16.38 કરોડની લોન લઈને બેંકને આર્થિક નુકસાન પહોંચાડવાના ગુનામાં મુખ્ય આરોપી અશોક કાળુભાઇ કાનપરીયાનીની ધરપકડ કરવામાં આવી છે. આ પ્રકરણમાં અગાઉ 28 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી ચૂકી છે ત્યારે સુરતમાંથી વધુ એક આરોપીને ઝડપવામાં પોલીસને સફળતા મળી છે. જ્યારે મુખ્ય આરોપીની પત્ની સહ આરોપી હતી.

ફરિયાદી પ્રભાકર કાલીઅપ્પા નાડાર (રહે. ઓફીસ બી/2 વોલ સ્ટ્રીટ, પહેલો માળ, ઓરીયંન્ટ ક્લબની સામે, એલીસ બ્રિજ, અમદાવાદ) દ્વારા નોંધાવેલી ફરિયાદ મુજબ, આ ગુનામાં સંડોવાયેલા તમામ આરોપીઓ જેમાં લોન લેનારા, તમિલનાડુ મર્કન્ટાઇલ બેંક, રીંગરોડ શાખા, સુરતના બેંક મેનેજર આર. સુંદર, ગેરેન્ટર અને વેલ્યુઅરનો સમાવેશ થાય છે. તેમણે એકબીજાની મદદગારીથી લોન લેવાની પ્રક્રિયા હાથ ધરી હતી.

બેંકને 16 કરોડથી વધુનું નુકસાન પહોંચાડ્યું હતું આરોપીઓએ ખોટા સ્ટોક બીલો રજૂ કરીને લોન મંજૂર કરાવી હતી. આ લોનના રૂપિયા ધંધા માટે લીધા હોવાનું દર્શાવીને તેઓએ વાસ્તવમાં કોઈ ધંધો ન હોવા છતાં બોગસ પેઢીઓ ઉભી કરી હતી. આ બોગસ પેઢીઓના નામે લોન લઈ મોર્ગેજમાં મૂકેલ પ્રોપર્ટીની વેલ્યુ ઓછી હોવા છતાં ઉંચી કિંમતના ખોટા વેલ્યુ રીપોર્ટ બનાવી તેને સાચા તરીકે રજૂ કર્યા હતા. આ લોનના રૂપિયાનો ઉપયોગ પોતાના અંગત ખર્ચમાં કરીને બેંકને કુલ 16,38,00,000નું આર્થિક નુકસાન પહોંચાડ્યું હતું.

મુખ્ય આરોપી અશોક કાનપરીયાની ભૂમિકા પકડાયેલા આરોપી અશોક કાળુભાઇ કાનપરીયાએ પોતાના આર્થિક લાભ મેળવવાના ઈરાદે ‘મેરીલ એન્ટરપ્રાઇઝ’ નામની બોગસ પેઢી ઉભી કરી હતી. આ બોગસ પેઢીના નામે બેંક ખાતુ ખોલાવી, તમિલનાડુ બેંકમાં પેઢીના ધંધાની જગ્યા ખોટી દર્શાવીને 1 કરોડની સી.સી. (કેશ ક્રેડિટ) લોન લીધી હતી. આરોપી પોતે કોઈ યાર્ન ટ્રેડિંગનો ધંધો ન કરતા હોવા છતાં લોન માટે બોગસ સ્ટોક સ્ટેટમેન્ટ બનાવી રજૂ કર્યા હતા. ધંધા માટે જે જગ્યા બતાવવામાં આવી હતી ત્યાં તેઓ પોતે કોઈ ધંધો કરતા ન હતા. આ ઉપરાંત, પકડાયેલા આરોપીઓએ લોન લેતા પહેલા દુકાનો ખરીદ કરી હતી અને તે મિલકતો બેંકમાં મોર્ગેજમાં મુકેલી હતી, જેની વાસ્તવિક વેલ્યુ ઓછી હોવા છતાં વધારે દર્શાવવામાં આવી હતી.

Share This Article