Tuesday, Dec 23, 2025

ભારતમાં પહેલી વાર સ્વદેશી ટેક્નિકથી ડૉગીના થાપાનું ટ્રાન્સપ્લાન્ટ થયું

2 Min Read

ભારતમાં પશુચિકિત્સા ક્ષેત્રે ઇતિહાસ રચાયો છે. ભારતીય પશુચિકિત્સા અનુસંધાન સંસ્થાના વૈજ્ઞાનિક ડૉ. રોહિત કુમાર અને તેમની ટીમે મળીને દેશમાં પહેલી વખત એક કૂતરાની હિપના ટ્રાન્સપ્લાન્ટ માટે સ્વદેશી ટેક્નોલોજીનો ઉપયોગ કરીને સફળ સર્જરી કરી છે. અત્યાર સુધી આવા કેસમાં વિદેશી ટેક્નોલોજી અને ઉપકરણો પર આધાર રાખવો પડતો હતો, જેને કારણે ખર્ચ પણ ખૂબ જ ઊંચો આવતો હતો.

આर्टિફિશિયલ હિપની જરૂર પડે તેવા પાળતુ પ્રાણીઓ માટે પહેલાં વિદેશથી ઇમ્પોર્ટ કરેલી ડિવાઈસિસનો ઉપયોગ થતો હતો, જેના કારણે દર્દીનાં માલિકોને લગભગ પાંચ લાખ રૂપિયાનો ખર્ચ સહન કરવો પડતો. પરંતુ હવે ભારતે પોતાનું સ્વદેશી વિકલ્પ ઊભું કર્યું છે, જે માત્ર ખર્ચ ઘટાડશે નહીં પણ ભારતમાં વિજ્ઞાન અને ટેક્નોલોજીની આત્મનિર્ભરતાને વધુ મજબૂત બનાવશે.

અનુસંધાન સંસ્થાના વૈજ્ઞાનિક ડૉ. રોહિત અને તેમની ટીમ છેલ્લા ત્રણ વર્ષથી આ ટેક્નોલોજી વિકસાવવા માટે અભ્યાસમાં જોડાયેલી હતી. તેમણે ખાસ કરીને ભારતીય નસલના ડૉગીને અનુકૂળ રહે એવી “સિમેન્ટેડ ટેક્નિક” અપનાવી છે. આ પદ્ધતિ અંતર્ગત બનાવવામાં આવેલા કૃત્રિમ હિપ ઉપરાંત સર્જરીમાં ઉપયોગી બીજાં ઉપકરણો પણ સ્વદેશી સ્તરે વિકસાવવામાં આવ્યા છે.

આ સર્જરી પૂર્ણપણે સફળ રહી છે અને કૂતરો હવે સામાન્ય રીતે ચાલી શકે છે. આ નાનકડું પગલુ હોય તેમ લાગે, પણ દેશની વેટરનરી સાઇન્સમાં આ એક મોટી કૂદક વાચકોની સંખ્યા ગણાય. હવે અપેક્ષા રાખી શકાય કે આવનારા સમયમાં આ પ્રકારના ઉપચાર વધુ પાળતુ પ્રાણીઓ માટે ઉપલબ્ધ થશે એ પણ ઓછા ખર્ચે અને ઊંચી ગુણવત્તા સાથે.

Share This Article