Saturday, Mar 28, 2026

ભારતમાં કોરોના વધ્યો, 10 દિવસમાં 257 કેસથી સીધા 3758 થયા

2 Min Read

દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય તરફથી સોમવારે જાહેર કરાયેલા આંકડાઓ મુજબ ભારતમાં Covid-19ના ઍક્ટિવ કેસ વધીને લગભગ 4000 જેટલા થઈ ગયા છે. સાથે જ દરરોજ મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોના કારણે 4 લોકોના મૃત્યુ નોંધાયા છે.

દિલ્હીમાં કેટલા ઍક્ટિવ કેસ?
આરોગ્ય મંત્રાલયની અધિકૃત વેબસાઈટ પર આપેલા આંકડાઓ મુજબ 2 જૂન 2025 સુધી દેશમાં કોરોનાના ઍક્ટિવ કેસોની સંખ્યા 3961 પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ 47 નવા કેસ દિલ્હીમાંથી નોંધાયા છે. જેથી કરીને દિલ્હીમાં અત્યાર સુધી કુલ 483 ઍક્ટિવ કેસ થઈ ગયા છે. જ્યારે કે દેશમાં સૌથી વધુ ઍક્ટિવ કેસ કેરળમાં છે, જ્યાં સંખ્યા 1435 છે.

ક્યા રાજ્યમાં કેટલાં નવા કેસ નોંધાયા?

આરોગ્ય મંત્રાલય મુજબ છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કુલ 203 નવા કોરોના કેસ નોંધાયા છે, જેના કારણે ઍક્ટિવ કેસોની કુલ સંખ્યા 3961 થઈ ગઈ છે. નવા કેસ નોંધાવેલા મુખ્ય રાજ્ય અને તેમની સંખ્યાઓ આ પ્રમાણે છે:

  • આંધ્ર પ્રદેશ – 7 કેસ
  • બિહાર – 3 કેસ
  • છત્તીસગઢ – 1 કેસ
  • દિલ્હી – 47 કેસ
  • ગુજરાત – 18 કેસ
  • જમ્મુ કાશ્મીર – 2 કેસ
  • ઝારખંડ – 5 કેસ
  • કર્ણાટક – 15 કેસ
  • કેરળ – 35 કેસ
  • મધ્ય પ્રદેશ – 4 કેસ
  • મહારાષ્ટ્ર – 21 કેસ
  • ઓડિશા – 3 કેસ
  • રાજસ્થાન – 7 કેસ
  • સિક્કિમ – 1 કેસ
  • ઉત્તર પ્રદેશ – 8 કેસ
  • પશ્ચિમ બંગાળ – 44 કેસ
Share This Article