વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બિહારના રોહતાસ જિલ્લામાં હજારો કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે. આ પછી, પ્રધાનમંત્રી કાનપુર જશે અને ત્યાં વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે. મોદી પહેલગામ હુમલામાં માર્યા ગયેલા શુભમ દ્વિવેદીના પરિવારને મળવા જશે. ગુરુવારે, મોદી પશ્ચિમ બંગાળના અલીપુરદુઆર પહોંચ્યા. અહીં તેમણે એક જાહેર સભામાં તૃણમૂલ કોંગ્રેસ સરકાર પર આકરા પ્રહારો કર્યા. પીએમએ કહ્યું કે બંગાળ હિંસા, ભ્રષ્ટાચાર અને અરાજકતાથી ગ્રસ્ત છે અને લોકો હવે આ નિર્દય સરકારથી છુટકારો મેળવવા માંગે છે. મોદીએ કહ્યું કે મુર્શિદાબાદ અને માલદામાં સાંપ્રદાયિક હિંસાની ઘટનાઓ સામાન્ય નાગરિકોના દુઃખ પ્રત્યે તૃણમૂલ કોંગ્રેસ શાસનની “ક્રૂરતા અને ઉદાસીનતા” ની યાદ અપાવે છે.
‘પહેલગામમાં જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલો થયો હતો. આપણા નિર્દોષ નાગરીકો માર્યા ગયા, આ જઘન્ય આતંકી હુમલાના એક દિવસ બાદ હું બિહાર આવ્યો હતો અને મેં બિહારની ધરતી પરથી દેશને વચન આપ્યુ હતું. બિહારની ધરતી પર આંખમાં આંખ મિલાવી કહી દીધુ હતુ કે આતંકના આકાઓના ઠેકાણાઓને માટીમાં ભેળવી દેવામાં આવશે.બિહારની ધરતી પર કહ્યું હતું કે, તેમને કલ્પના કરતા પણ મોટી સજા મળશે.આજે જ્યારે હું બિહાર આવ્યો છું તો પોતાના વચનને પૂર્ણ કર્યા બાદ આવ્યો છું.’
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલાના બાદ બિહાર પહોંચ્યા હતા. PM મોદીએ કહ્યું હતું કે, આતંકીઓને એવી સજા મળશે જેની કલ્પના પણ નહીં કરી હોય. PM મોદી 24 એપ્રિલે બિહારના મધુબનીમાં એક કાર્યક્રમમાં પહોંચ્યા હતા.આ કાર્યક્રમ પહેલગામ હુમલાના બે દિવસ બાદ યોજાયો હતો. અહીંથી વડાપ્રધાન મોદીએ આતંકીઓને કડક મેસેજ આપ્યો હતો.