Wednesday, Nov 5, 2025

ગોડાદરામાં યાર્ન વેપારી પર ફાયરિંગ કેસમાં મુખ્ય સૂત્રધાર ઝડપાયો, પોલીસ તપાસમાં મોટો ખુલાસો

2 Min Read

સુરત શહેરના ગોડાદરા વિસ્તારમાં ગત 23 મે 2025ના રોજ એક યાર્ન વેપારી સંજયભાઈ પડશાલા પર ધોળા દિવસે ફાયરિંગ થયું હતું. પાછળથી પોલીસે તપાસ આરંભ કરતાં ચોંકાવનારી હકીકતો બહાર આવી હતી. ગોડાદરા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચના સંયુક્ત પ્રયાસથી ફાયરિંગ કરાવનારા મુખ્ય સૂત્રધાર હરેશભાઈ કનુભાઈ ગજેરા (ઉ.વ. 46), વરાછાના રહેવાસી,ને ઝડપવામાં આવ્યો છે.

સંજયભાઈ પડશાલા તેમના દિવસના નિયમિત કામ માટે ઇલેક્ટ્રિક મોપેડ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે એક અજાણ્યા ઈસમે તેમના પર પાછળથી ગોળી ચલાવી દીધી. ગોળી તેમની પીઠ પર વાગી હતી અને તેમને ગંભીર ઈજા પહોંચી હતી. ઘટનાને પગલે ફાયરીંગ અને હત્યાના પ્રયાસનો ગુનો નોંધવામાં આવ્યો હતો.

ફાયરિંગની પછાડી પ્રેમસબંધનો શંકાસ્પદ મુદ્દો સામે આવ્યો છે. હરેશભાઈએ પૂછપરછમાં જણાવ્યું કે તેના મિત્ર ભુપતભાઈ ધડુકે તેના ઉપર શંકા વ્યક્ત કરી હતી કે તેની પત્ની સંજયભાઈ પડશાલા સાથે પ્રેમસબંધ ધરાવે છે. આ વાતથી ગુસ્સે ભરાયેલા ભુપતભાઈએ સંજયભાઈને મારવાનો પ્લાન બનાવ્યો અને હરેશભાઈને આ કાર્ય માટે 25 લાખ રૂપિયા આપ્યા હતા. ત્યારબાદ હરેશભાઈએ પોતાના પૂર્વ ટેમ્પો ડ્રાઇવર રવિ પ્રધાન સાથે સંપર્ક સાધ્યો અને 15-20 લાખ રૂપિયામાં હુમલો કરાવવાનો સોદો કર્યો હતો.

હરેશભાઈએ પોતાનો પૂર્વ ટેમ્પો ડ્રાઇવર રવી પ્રધાનને આ પ્લાન માટે જોડ્યો. રવીએ હિતાધિકારી ગુંડાઓનું આયોજન કર્યું અને તેમની રહેવા માટેની વ્યવસ્થા હરેશભાઈએ કામરેજના પોતાના ફ્લેટમાં કરી આપી. 15 મેના રોજ ગુંડાઓ શહેરમાં આવ્યા અને ત્યાં રોકાયા. અને 23 મેના રોજ આ હુમલો અંજામ આપી દેવામાં આવ્યો.

ફાયરિંગ બાદ રવીના ફોનથી હરેશભાઈને માહિતી મળતાં તેણે બીજી કિસ્ત રૂપે રૂ. 19 લાખ આપ્યા હતા. પોલીસની ટેકનિકલ સર્વેલન્સ, CCTV ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલીજન્સ આધારે આરોપીની ઓળખ કરી ગણતરીના દિવસોમાં આરોપીને ઝડપી લીધો હતો. પોલીસે આરોપી પાસેથી રૂ. 5 લાખ રોકડ પણ કબ્જે લીધા છે.

આ કેસમાં ફક્ત દલિલ કે ઈર્ષાથી નહિ, પણ મિત્રતા અને વિશ્વાસના પાયે બનેલ દ્રોહ પણ જોવા મળ્યો. પોલીસ હવે સમગ્ર કેસમાં જોડાયેલા અન્ય ઇસમોની શોધખોળ અને વિસ્‍તૃત તપાસમાં લાગી ગઈ છે. આ ઘટના સુરત શહેરમાં ફરી એકવાર એટલી સ્પષ્ટ રીતે ચેતવણી આપે છે કે શંકા અને ઈર્ષા કેટલી હદ સુધી કોઈને અંધ બનાવે છે.

Share This Article