Thursday, Oct 23, 2025

મુંબઈમાં મેઘરાજાનું તાંડવ, જનજીવન પર ભારે અસર, રેડ એલર્ટની ચેતવણી

1 Min Read

દેશની આર્થિક રાજધાની મુંબઈમાં સોમવારે 75 વર્ષનો રેકોર્ડ તૂટ્યો અને અનરાધાર વરસાદે મુંબઈને જળબંબોળ કરી દીધું ત્યારે આજે પણ શહેરમાં ભારે વરસાદ પડી રહ્યો છે અને જનજીવન ખોરવાયું છે. દક્ષિણ મુંબઈના નરિમાન પોઈન્ટ ખાતે એક કલાકમાં 104 મિમિ વરસાદ નોંધાયો હતો. હવમાન ખાતાએ આજ માટે પણ આગાહી કરી છે અને શહેરને રેડ એલર્ટ આપ્યું

ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં મુંબઈમાં નોંધાયેલા વરસાદે મે મહિનામાં છેલ્લા 107 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. એટલું જ નહીં આ વરસાદ છેલ્લા 75 વર્ષમાં સૌથી વહેલું ચોમાસુ પણ લઈને આવ્યો છે. 190ની શરૂઆતમાં મુંબઈમાં ચોમાસુ આટલું વહેલું આવી ગયું હતું.

મુંબઈમાં ભરતીનું એલર્ટ
મુંબઈના દરિયાકાંઠે 12.13 કલાકે 4.88 મીટરની ઊંચી ભરતી અને 23.56 કલાકે 4.18 મીટરની ઊંચી ભરતી આવવાની શક્યતા છે, જ્યારે બીજા દિવસે, 28 મેના રોજ, 18.13 કલાકે 1.60 મીટરની નીચી ભરતી અને 0.03 મીટરની નીચી ભરતી આવવાની શક્યતા છે.

મહારાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં રેડ એલર્ટ
આજે માટે, IMD એ રત્નાગિરિ, સિંધુદુર્ગ, કોલ્હાપુર અને સતારા માટે રેડ એલર્ટ જારી કર્યું છે. આ ઉપરાંત રાયગઢ, પુણે, બીડ, હિંગોલી, નાંદેડ અને પરભણી માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. મુંબઈ, થાણે, જલગાંવ, નાસિક, અહિલ્યાનગર, સાંગલી, જાલના અને મહારાષ્ટ્રના અન્ય જિલ્લાઓ માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

Share This Article