ગુજરાતના રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું કે ગુજરાત સરકારના કાયદા અનુસાર જે કોઈ વ્યક્તિ ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાઈ હોય, તેના બંદૂકના લાઈસન્સ રદ કરવામાં આવશે. આ અંતર્ગત પોલીસ વિભાગે હવે પગલાં લેવાનું શરૂ કર્યું છે અને પ્રથમ પગલું તરીકે ગાંધીધામ પોલીસ દ્વારા એક કેસ દાખલ કરવામાં આવ્યો છે.
ગૃહમંત્રી હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું કે વ્યાજખોરી જેવા ગંભીર ગુનામાં સંડોવાયેલા આરોપીઓ સામે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. આવા આરોપીઓએ પોતાના કૌભાંડમાંથી કમાવેલી રકમથી ખરીદેલી મિલ્કતો પણ હવે જપ્ત કરવામાં આવી રહી છે. આ પગલાં રાજયમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુધારવા માટે લીધા ગયા છે. વ્યાજખોરો સામે ગુજસીટોક સહિતના ગુના દાખલ કરાયા છે. ગુજરાતમાં ચારેય દિશામાં એટલે કે સમગ્ર ગુજરાતમાં વ્યાજખોરોને અંકુશમાં લેવાની આ પ્રક્રિયા ચાલી રહી છે.
ગુજરાતમાં બર્થ ડે સેલિબ્રેશન કે વરઘોડામાં હથિયારનો ઉપયોગ કેટલાક લોકો કરતા હોય છે. આ ઉપરાંત જે તે વિસ્તારના માથાભારે તત્વો સાથે હથિયાર રાખીને વટ મારતા હોય છે. આ લોકો પર અંકુશ લાવવા માટે ગૃહ રાજ્ય મંત્રી Harshbhai Sanghavi એ ગુજરાત પોલીસને સખત શબ્દોમાં આદેશ કર્યા છે. હર્ષભાઈ સંઘવીએ આજે જણાવ્યું છે કે, માત્ર માત્ર વટ મારવા માટે હથિયાર લઈને ફરશો તો પછતાશો અને હથિયારનું લાયસન્સ રદ કરવામાં આવશે. તેમણે કડક શબ્દોમાં જણાવ્યું છે કે, વિઝિબલ રીતે હથિયાર લઈને ફરશો તો પછતાશો.