જમ્મુ-કાશ્મીરના અવંતીપોરાના ત્રાલ વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. આ એન્કાઉન્ટરમાં સેનાએ એક આતંકવાદીને ઠાર માર્યો હતો. જમ્મુ અને કાશ્મીર પોલીસે તેના X હેન્ડલ પર એન્કાઉન્ટર વિશે માહિતી આપી છે. આતંકવાદીઓની હાજરીની માહિતીના આધારે, સુરક્ષા દળોની સંયુક્ત ટીમે દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લાના ત્રાલના નદીર ગામને ઘેરી લીધું હતું.
મળતી માહિતી મુજબ સુરક્ષા દળોએ ત્રણ આતંકીઓને ઘેર્યા છે. જેમાંથી એકને ઠાર માર્યો છે. જ્યારે બીજા બે સાથે હજ અથડામણ ચાલુ છે.સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ જમ્મુ-કાશ્મીરના ત્રાલના નાદિર ગામમાં થઈ રહ્યું છે. આ વિસ્તાર દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લામાં આવે છે. સુરક્ષા દળોના જણાવ્યા અનુસાર 03 આતંકવાદીઓ ફસાયેલા હોવાની શક્યતા છે. સુરક્ષા દળોની સંયુક્ત ટીમ દ્વારા આતંકવાદ વિરોધી ઓપરેશન ચાલુ છે.