Thursday, Oct 23, 2025

જૂનાગઢમાં ગેસ લાઇનમાં ભયંકર આગ, મા-દીકરી સહિત ત્રણના મોત

1 Min Read

જૂનાગઢ શહેરના ઝાંઝરડા રોડ પર આજે વહેલી સવારે એક દુર્ઘટનાની ઘટના સામે આવી છે. અંડરગ્રાઉન્ડ ગેસ પાઇપલાઇનમાં ભયંકર આગ ફાટી નીકળતા ત્રણ લોકોના મોત થયા છે. જ્યારે પાંચ લોકો ઘાયલ થયા હોવાની માહિતી મળી રહી છે. મૃતકમાં માતા-પુત્રીનો સમાવશે થાય છે, જ્યારે પિતા સારવાર હેઠળ છે. જેમને ત્યા લગ્નના 18 વર્ષ બાદ દીકરીનો જન્મ થયો હતો.

આ દુર્ઘટનાની અંગે મળતી માહિતી મુજબ શહેરના ઝાંઝરડા રોડ પર કોઈપણ અધિકૃત મંજૂરી વિના JCB દ્વારા ખાડો ખોદવામાં આવી રહ્યો હતો ત્યારે JCB ગેસ લાઈનને અડતાં અચાનક સ્પાર્ક બાદ વિસ્ફોટ થઇને આગ લાગી હતી. આ ઘટનામાં હજુ સુધી ત્રણ લોકોના મોત નીપજ્યાની પુષ્ટિ થઈ છે, જ્યારે પાંચ લોકો ગંભીર રીતે દાઝી ગયા છે અને તેમને સારવાર માટે તાત્કાલિક જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

આ સ્થળ નજીક ખાણીપીણીની દુકાનો, ફાસ્ટફૂડ સેન્ટર અને પાનના ગલ્લાઓ આવેલી હોવાથી આગ ઝડપથી ફેલાઈ ગઈ હતી. લોકોને સમયસર બહાર કાઢવા માટે ફાયર વિભાગે જહેમતભર્યા પ્રયાસો હાથ ધર્યા હતા. ફાયર વિભાગના કર્મચારીઓએ ઘટનાસ્થળે તાત્કાલિક પહોંચી અનેક દુકાનોમાં લાગેલી આગને કાબૂમાં લેવા મોટેપાયે કામગીરી શરૂ કરી હતી.

મૃતકના નામ

રુપીબેન સોલંકી (માતા, ઉ.વ. 39)
ભક્તિબેન સોલંકી (પુત્રી, ઉવ. 03)
હરેશભાઈ રાબડીયા

Share This Article