Wednesday, Oct 29, 2025

જમ્મુ કશ્મીર અને ગુજરાતમાં ભૂકંપના ઝટકા, રિક્ટર સ્કેલ પર આવી રહી તીવ્રતા

2 Min Read

જમ્મુ કશ્મીર અને ગુજરાતમાં ભૂકંપના ઝટકા અનુભવામાં આવ્યા છે. જો કે, ખુશનસીબે આ ભૂકંપમાં કોઈ જાનહાનિ થઈ નથી. ગુજરાતમાં શુક્રવારે મોડીરાત્રે 3.4 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જમ્મુ કશ્મીરમાં રાત્રે આવેલા ભૂકંપની તીવ્રતા 2.7 રહી. લેહ-લદ્દાખમાં પણ ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. અહીં ભૂકંપની તીવ્રતા 3.9 રહી.

ભૂકંપ માટે અતિ સંવેદનશીલ ગણાતા કચ્છની ધરતી ફરી એકવાર ભૂકંપના આંચકાથી ધ્રુજી ઉઠી હતી. મંગળવાર, 22 એપ્રિલ, 2025ની મોડી રાત્રે લગભગ 11:26 વાગ્યે કચ્છ જિલ્લામાં ભૂકંપનો તીવ્ર આંચકો અનુભવાયો હતો, જેની પુષ્ટિ ગાંધીનગર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઑફ સિસ્મોલોજીકલ રિસર્ચ દ્વારા કરવામાં આવી છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.3 માપવામાં આવી હતી.

ગુજરાતમાં ભૂકંપનું વધુ જોખમ

ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન પ્રાધિકરણ (GSDMA) મુજબ, ગુજરાત ભૂકંપની દૃષ્ટિએ વધુ જોખમવાળો વિસ્તાર છે. છેલ્લા 200 વર્ષમાં ગુજરાતમાં નવ મોટા ભૂકંપ આવ્યા છે. GSDMA મુજબ, 26 જાન્યુઆરી 2001ના રોજ કચ્છમાં આવેલો ભૂકંપ છેલ્લા બે શતાબ્દીઓમાં ભારતમાં આવેલો ત્રીજો સૌથી મોટો ભૂકંપ હતો. આ ભૂકંપમાં અંદાજે 13,800 લોકોના મોત થયા હતા અને 1.67 લાખ લોકો ઘાયલ થયા હતા.

રિક્ટર સ્કેલ મુજબ ભૂકંપની તીવ્રતા કેટલી હોય તો શું અનુભવાય?

  • 0 થી 1.9: માત્ર સીઝ્મોગ્રાફથી જાણ થાય
  • 2 થી 2.9: બહુ ઓછો કંપન, માત્ર સંવેદનશીલ લોકો અનુભવી શકે
  • 3 થી 3.9: એવું લાગે કે કોઈ ભારે વાહન પાસેથી પસાર થયું
  • 4 થી 4.9: ઘરમાં રાખેલું સામાન નીચે પડી શકે
  • 5 થી 5.9: ભારે સામાન અને ફર્નીચર હિલી શકે
  • 6 થી 6.9: ઇમારતના પાયા ફાટી શકે
  • 7 થી 7.9: ઇમારતો ધરાશાયી થઈ શકે
  • 8 થી 8.9: સુનામીનું જોખમ, ભારે વિનાશ
  • 9 કે તેથી વધુ: અતિ ભયંકર વિનાશ, ધરતીનું કંપણ સ્પષ્ટ અનુભવાય

ભૂકંપ કેમ આવે છે?

ભૂકંપ પૃથ્વીની સપાટી પર થતા કુદરતી પરિવર્તનોના પરિણામે આવે છે. મુખ્યત્વે પૃથ્વીની આંતરિક રચનામાં થતા તણાવ અને ગતિવિધિઓના કારણે આ આપત્તિ સર્જાય છે. ભારતમાં ખાસ કરીને હિમાલય વિસ્તારમાં આવેલી ટેક્ટોનિક પ્રવૃત્તિઓ ભૂકંપ માટે જવાબદાર છે. ભારતીય પ્લેટ અને યુરેશિયન પ્લેટ વચ્ચેના અથડામણથી તણાવ ઊભો થાય છે, જેનાથી ઊર્જા સર્જાય છે અને તે ભૂકંપના રૂપે બહાર આવે છે.

Share This Article