Monday, Dec 8, 2025

દેશને મળ્યું નવું વિઝિંજમ બંદર, પીએમ મોદીએ કેરળમાં કર્યો ઉદ્ઘાટન

2 Min Read

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કેરળમાં 8900 કરોડ રૂપિયાના ખર્ચે વિઝિંજામ આંતરરાષ્ટ્રીય પોર્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. વડા પ્રધાન મોદીએ તેમના સંબોધનમાં કહ્યું, એક બાજુ વિશાળ દરિયો છે, જેમાં અનેક અવસર છે અને બીજી તરફ પ્રકૃતિની સુંદરતા છે. આ બંને વચ્ચે વિઝિંજામ ઈન્ટરનેશનલ ડીપવૉટર મલ્ટીપર્પઝ સીપોર્ટ છે, જે નવા યુગના વિકાસનું પ્રતીક છે. જો ગુજરાતના લોકો આ પોર્ટ જોશે તો તેઓ અદાણીને ફરિયાદ કરશે, આટલું મોટું પોર્ટ છે તેમ પણ વડા પ્રધાને કહ્યું હતું.

આ દેશનો પ્રથમ ડેડિકેટેડ કંટેનર ટ્રાન્સશિપમેંટ પોર્ટ છે. વિઝિંજામ ભારતમાં ડીપપાવરનું સૌથી મોટું પોર્ટ છે. તેને બનાવવા પાછળ 8867 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. આ પોર્ટને પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશિપ અંતર્ગત ભારતના સૌથી મોટા પોર્ટ ડેવલપર અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડ બનાવવામાં આવ્યો છે.

વડા પ્રધાન મોદીએ કહ્યું, આ પોર્ટની ક્ષમતા આગામી સમયમાં વધીને ત્રણ ગણી થશે. વિશ્વના મોટા માલવાહક જહાજો આવી શકશે. પહેલા ભારતનું 75 ટકા ટ્રાન્સશિપમેંટ દેશની બહારના પોર્ટથી થતું હતું, તેનાથી ભારતને રેવન્યૂનું નુકસાન થતું હતું પરંતુ હવે આવું નહીં થાય. આ પોર્ટથી સ્થાનિકોને રોજગારી પણ મળશે. ભારતના દરિયાકાંઠાના રાજ્યો, આપણા પોર્ટ શહેરો, વિકસિત ભારતના વિકાસના મહત્ત્વપૂર્ણ કેન્દ્રો બનશે. તેમણે કહ્યું – પોર્ટ અર્થતંત્રની સંપૂર્ણ સંભાવના ફક્ત ત્યારે જ સાકાર થઈ શકે છે જ્યારે માળખાગત સુવિધાઓ અને વ્યવસાય કરવાની સરળતા બંનેને પ્રોત્સાહન આપવામાં આવે. છેલ્લા 10 વર્ષમાં ભારત સરકારની પોર્ટ અને જળમાર્ગ નીતિનો આ બ્લુપ્રિન્ટ રહ્યો છે.

Share This Article