ભાવનગરના વલ્લભીપુર-અમદાવાદ હાઇવે પર અકસ્માતની ઘટના સામે આવી છે. કાનપર ગામ પાસે ગમખ્વાર અકસ્માતમાં કુલ 3 લોકોના મોત થયા. બાબરાના ઉદ્યોગપતિનો પરિવાર કારમાં જઇ રહ્યો હતો ત્યારે પુરઝડપે આવી રહેલી ટ્રકે તેને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ઉદ્યોગપતિ ભૂપતભાઈ બોરસાણીયાનું ઘટનાસ્થળેજ મોત થયું.
મળતી માહિતી મુજબ, મુળ લાઠી તાલુકાના મતિરાળા ગામના વતની છેલ્લા ઘણાં સમયથી બાબરા ખાતે રહેતા ભુપતભાઈ રામજીભાઈ બોરસાણીયા ગુરૂવારે તેમના પૌત્ર જયભાઈ, એકતાબેન સાથે GJ-06-PD-0925 નંબરની કારમાં તથા અન્ય એક કારમાં ધ્રુવભાઈ તથા તેમના પત્નિ દ્રષ્ટિબેન અમદાવાદથી બાબરા ખાતે આવી રહ્યાં હતા. ત્યારે વલ્લભીપુર તાલુકાના કાનપર ગામ પહેલા આવતા નાળા પાસે વલ્લભીપુર તરફથી આવી રહેલા આઈસર વાહને તેમની કાર સાથે અકસ્માત સર્જતા કારમાં સવાર જયભાઈ, એકતાબેન તથા ભુપતભાઈને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
પરિવારના ત્રણ સભ્યોના મોત
ભુપતભાઈ શામજીભાઈ બોરસણીયા (ઉ.વ.80)
જયભાઈ (ઉ.વ.30)
એકતાબેન (ઉ.વ.28)