સુરક્ષા દળોએ 22 એપ્રિલે પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાને પગલે જમ્મુ-કાશ્મીરમાં ચાલી રહેલા આતંકવાદ વિરોધી ઝુંબેશને તેજ બનાવી દીધું છે. ભારતે હવે આ મુદ્દાને સંયુક્ત રાષ્ટ્રમાં ઉઠાવ્યો છે. પોતાને સરહદ પાર આતંકવાદનો શિકાર બતાવીને ભારતે પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીના કબૂલનામાને ઉજાગર કર્યો છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતની રાજદૂત યોજના પટેલે જણાવ્યું કે તેમનું કબૂલનામું આશ્ચર્યજનક નથી અને તે પાકિસ્તાનને એક દુષ્ટ દેશ તરીકે પ્રગટ કરે છે, જે વૈશ્વિક આતંકવાદને પ્રોત્સાહન આપે છે. પટેલે જણાવ્યું હતું કે હવે વિશ્વ વધુ લાંબો સમય આંખો બંધ રાખીને રહી નથી શકતું.
બુધવારે સવારે 11 કલાકે તમામ મંત્રીઓની મીટિંગ બોલાવવામાં આવી છે. ગત સપ્તાહે કેન્દ્રીય મંત્રીમંડળની કોઈ બેઠક મળી નહોતી,. માત્ર સુરક્ષા બાબતોની કેબિનેટ સમિતિ સુરક્ષા (સીસીએસ)ની 23 એપ્રિલે બેઠક થઈ હતી. જેમાં આતંકી હુમલાની નિંદા કરવામાં આવી હતી.
સીસીએસની બેઠક બાદ ભારતે ગત બુધવારે અનેક મહત્ત્વપૂર્ણ જાહેરાતો કરી હતી. જેને લઈ પાકિસ્તાનમાં હડકંપ મચી ગયો હતો. ઉલ્લેખનીય છે કે 22 એપ્રિલે જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકવાદીએ 26 લોકોને તેમનો ધર્મ પૂછીને ગોળી મારી હતી. હુમલામાં 17 લોકો ઘાયલ થયા હતા. આ સમયે પીએમ મોદી સાઉદી અરબના પ્રવાસે હતા અને ઘટના બાદ તેઓ તાત્કાલિક પરત ફર્યા હતા.
પહલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલાઓ બાદ ઘણા વાતોના વીરોએ સુફીયાણી સલાહો આપી હતી કે આપણે મોટી સંખ્યામાં કાશ્મીરના પ્રવાસે જવું જોઈએ જેથી આતંકવાદીઓનો જુસ્સો તૂટી જાય. પણ આવું વાસ્તવમાં હોતું નથી. સરકારે અને સુરક્ષાબળોએ ઘણી બધી બાબતોનું ધ્યાન રાખવાનું હોય છે અને તેથી જ પહેલગામ હુમલા બાદ કેન્દ્ર સરકારે 87માંથી 48 પર્યટન સ્થળોને પર્યટકો માટે પ્રતિબંધિત જાહેર કરી છે. સરકારને મળેલી માહિતી અનુસાર હજુ પણ હુમલો થવાની શક્યતા છે, આથી આ નિર્ણય લેવાની જાહેરાત કરી છે.