અમરેલીમાં આજે મંગળવારે મોટી દુર્ઘટના ઘટી હતી. અમરેલીના ગિરિયા રોડ ઉપર વિમાન ક્રેશ થતાં એકનું મોત થયાના સમાચાર મળી રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે ખાનગી કંપનીના પાઈલોટ ટ્રેનિંગ સેન્ટરનું પ્લેન ક્રેશ થયું હતું. જેમાં પાયલોટનું મોત થયાનું સુત્રો જણાવી રહ્યા છે. આ ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ થતાં જ ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથધરી હતી. જ્યારે પોલીસ પણ સ્થળ ઉપર પહોંચી ગઈ હતી.
ઘટના અંગે મળતી વધુ માહિતી પ્રમાણે અમરેલીના ગિરિયા રોડ ઉપર આવેલા રહેણાંક વિસ્તારમાં ખાનગી કંપનીના પાઈલોટ ટ્રેનિંગ સેન્ટરનું પ્લેન ક્રેશ થયું હતું. પ્લેન ક્રેશ થતાં જ બ્લાસ્ટ થયો હતો. જેના પગલે આસપાસના વિસ્તારોમાં અફરાતફરી મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું હતું.
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અને પ્લેન ક્રેશ થતાં બ્લાસ્ટ થવાના કારણે આગ લાગી હતી. જેના ઉપર કાબુ મેળવીને ફાયર બ્રિગેડની ટીમે આગળની કાર્યવાહી હાથધર હતી. ફાયરની ટીમે મૃતદેહને પણ કાટમાળમાંથી બહાર કાઢ્યો હતો. પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.