HomeNationalકર્ણાટકમાં ભૂતપૂર્વ અંડરવર્લ્ડ ડોન મુથપ્પા રાયના પુત્ર પર હુમલો, હોસ્પિટલમાં સારવાર હેઠળ

કર્ણાટકમાં ભૂતપૂર્વ અંડરવર્લ્ડ ડોન મુથપ્પા રાયના પુત્ર પર હુમલો, હોસ્પિટલમાં સારવાર હેઠળ

Date:

Related stories

ઈરાન પાસેથી ક્રૂડની ખરીદી બદલ બે ભારતીય કંપનીઓ અને પાંચ ભારતીયો પર અમેરિકાએ પ્રતિબંધો લાદ્યા

ઈરાન સાથે પેટ્રોલિયમ ઉત્‍પાદનોના વેપારમાં સંડોવણીનો આરોપ હેઠળ અમેરિકાએ...

ચૂંટણી પહેલા, યોગી સરકારે આ એરપોર્ટને આપશે પીએમ નરેન્દ્ર મોદીનું નામ

આજે લખનૌ ખાતે મુખ્યમંત્રી યોગી સરકારની કેબિનેટ બેઠક મળી...

બિગ બોસ ફેમ શેફાલી બગ્ગાએ EDને પરત કર્યા ₹1.5 કરોડ, ઘરની તપાસ દરમિયાન ₹30 લાખ રોકડા જપ્ત

મહાદેવ બેટિંગ એપ કેસમાં એક્સ બિગ બોસ કન્ટેસ્ટન્ટ શેફાલી...
spot_img

કર્ણાટકના રામનગર જિલ્લામાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. ભૂતપૂર્વ અંડરવર્લ્ડ ડોન અને જયા કર્ણાટકના સ્થાપક મુથપ્પા રાયના પુત્ર રિકી રાય પર બિદાદીમાં તેમના ઘર પાસે અજાણ્યા હુમલાખોરોએ હુમલો કર્યો અને ગોળી મારી. આ ઘટના શુક્રવારે રાત્રે 1:30 વાગ્યાની આસપાસ બની હતી. રામનગરના એસપી શ્રીનિવાસ ગૌડાએ ઘટનાની પુષ્ટિ કરી છે. એસપી શ્રીનિવાસ ગૌડાએ જણાવ્યું કે રિકી રાયને સારવાર માટે બેંગલુરુ રિફર કરવામાં આવ્યો છે.

પોલીસના જણાવ્યા અનુસાર, શુક્રવારે રાત્રે 1 થી 1.30 વાગ્યાની વચ્ચે જ્યારે રિકી રાય બિદાદી સ્થિત પોતાના ઘરેથી બેંગલુરુ પોતાની કારમાં પરત ફરી રહ્યો હતો ત્યારે તેની પર હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસે શનિવારે જણાવ્યું કે, સ્વર્ગસ્થ અંડરવર્લ્ડ ડોન એન મુથપ્પા રાયના પુત્રની બિદાદી ખાતેના તેમના નિવાસસ્થાન નજીક અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારી હતી.

તેમણે માહિતી આપી કે રિકી રોય હાલમાં બેંગલુરુની મણિપાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોલીસના જણાવ્યા અનુસાર, કેટલાક અજાણ્યા લોકોએ કથિત રીતે ગોળીબાર કર્યો હતો જેમાં એક ગોળી વાહનને પણ વાગી હતી. ઘટના સમયે રિકી રાય તેના ગનમેન સાથે પાછળની સીટ પર બેઠો હતો ત્યારે ગોળી ડ્રાઇવરની સીટમાંથી પસાર થઈ ગઈ, જેમાં ડ્રાઇવર અને રાય બંને ઘાયલ થયા. તેમણે કહ્યું કે કેસ નોંધવામાં આવ્યો છે અને શંકાસ્પદોને પકડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

Subscribe

Latest stories