સૌ પહેલા તો ભાતને ફરીથી થોડા ગરમ કરો અને તેને સારી રીતે મૅશ કરી લો. પછી તેમાં ચણાનો લોટ, બારીક સુધારેલી ડુંગળી, કોથમીર, લાલ મરચું, આદુ મિક્સ કરો. હવે તેમા અન્ય તમામ મસાલા જીરું, હળદર, ધાણા પાવડર, અજમો, મીઠું વગેરે મિક્સ કરો. હવે તેને સારી રીતે હલાવી લો. આ મિશ્રણને 10 મિનિટ માટે ઢાંકીને રહેવા દો.
હવે આ મિશ્રણમાં થોડું પાણી મિક્સ કરો અને તેને ભજિયા જેવું બેટર બનાવી લો. તેને વધારે પાતળું કે ઘટ્ટ ન રાખો. હવે એક કડાહી લો અને તેમાં તેલ ગરમ કરવા માટે રાખો. મીડિયમ ગેસ પર તેલ ગરમ કરો અને તેલ ગરમ થાય તો તેમાં મિશ્રણમાંથી પકોડા મૂકતા જાવ. ઘીમા ગેસ પર સોનેરી થાય ત્યાં સુધી પકોડાને તળો. આ પકોડાને તમે ટોમેટો સોસ કે ચટણી સાથે સર્વ કરી શકો છો
- વધેલા ભાતના પકોડા બનાવા માટે વધેલા ભાત, ચોખાનો અને ચણાનો લોટ અને મસાલા લેવા.

- આ બધી સામગ્રીને એક વાસણમાં ભેગી કરી લેવી.

- પછી એ મિશ્રણમાં થોડું માપ પ્રમાણે પાણી નાખીને ભેગું કરવું.

- આ ભાતના પકોડા ને તમે ટોમેટો સૌસ સાથે કે લીલી ચટણી સાથે ખાઈ શકો છો.

વધેલા ભાતના પકોડા બનાવા માટે સામગ્રી:
- 1 કપ ભાત
- 2 કપ ચણાનો લોટ
- 1 કપ બારીક સુધારેલી ડુંગળી
- 1/2 ટીસ્પૂન બારીક પીસેલું આદુ
- 1/2 ટી સ્પૂન લાલ મરચું
- 1/2 ટી સ્પૂન હળદર
- 2 સુધારેલા લીલા મરચાં
- 1 ચપટી હિંગ
- 1/2 ટી સ્પૂન ઘાણાજીરું
- 1/2 ટી સ્પૂન અજમો
- 1/2 ટી સ્પૂન જીરું પાવડર
- 1/2 ટી સ્પૂન કોથમીર
- તળવા માટે તેલ
- મીઠું સ્વાદ અનુસાર