ફ્લોરિડા સ્ટેટ યુનિવર્સિટીમાં ગુરુવારે (18મી એપ્રિલ) એક બંદૂકધારીએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. જેમાં બેના મોત થયા હતા અને પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ફ્લોરિડા સ્ટેટ યુનિવર્સિટી (FSU)માં થયેલા ગોળીબારના આરોપીની ઓળખ ફીનિક્સ ઈકનર તરીકે થઈ છે. 20 વર્ષનો આ યુવાન લિયોન કાઉન્ટી પોલીસ અધિકારીનો પુત્ર છે અને લિયોન કાઉન્ટી શેરિફ ઓફિસ યુવા સલાહકાર પરિષદનો સભ્ય છે.
અહેવાલો અનુસાર, ફીનિક્સ ઈકનરે ગોળીબાર માટે તેની માતાની બંદૂકનો ઉપયોગ કર્યો હતો. પોલીસે યુનિવર્સિટી ઓફ ફ્લોરિડા કેમ્પસમાં ગુનાના સ્થળેથી ગોળીબારમાં વપરાયેલ હથિયાર જપ્ત કર્યું છે. આ ઘટના બાદ લૉ એન્ફોર્સમેન્ટ એજન્સીઓએ ઈમારતોને ખાલી કરાવવાનું શરૂ કર્યુ છે. આ ઉપરાંત આસપાસના વ્યવસાયો અને સ્કૂલોને બંધ કરાવવામાં આવી છે. ગોળીબારથી ઈજાગ્રસ્ત 5 લોકોની સારવાર તલ્હાસી મેમોરિયલ હેલ્થકેર હોસ્પિટલમાં ચાલી રહી છે. જેમાં એક ઈજાગ્રસ્ત વ્યક્તિની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
ફ્લોરિડા સ્ટેટ યુનિવર્સિટી (FSU) કેસમાં ફોનિક્સ એકનરને શૂટર તરીકે ઓળખવામાં આવ્યો છે. ઇકનર 20 વર્ષનો છે. વધુમાં, એકનર લિયોન કાઉન્ટી શેરિફના ડેપ્યુટીનો પુત્ર છે અને લિયોન કાઉન્ટી શેરિફ ઓફિસ (LCSO) યુવા સલાહકાર પરિષદનો સભ્ય છે. પોલીસે જણાવ્યું હતું કે એકનરે ગોળીબારમાં તેની માતાની બંદૂકનો ઉપયોગ કર્યો હતો, પોલીસે જણાવ્યું હતું કે તે હથિયાર તલ્લાહાસીના FSU કેમ્પસમાં ગુનાના સ્થળેથી મળી આવ્યું હતું.
છેલ્લા દાયકામાં કેમ્પસ અથવા યુનિવર્સિટીઓમાં થયેલા સૌથી દુ:ખદ સામૂહિક ગોળીબારમાં 2007માં વર્જિનિયા ટેક હત્યાકાંડનો સમાવેશ થાય છે, જેમાં 32 લોકો માર્યા ગયા હતા અને 23 ઘાયલ થયા હતા. આ ઉપરાંત, 2023 માં બે કોલેજોમાં સામૂહિક ગોળીબાર થયો હતો, જેમાં મિશિગન સ્ટેટ યુનિવર્સિટીની એક કોલેજનો પણ સમાવેશ થાય છે, જેમાં ત્રણ વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યા હતા અને ઓછામાં ઓછા પાંચ લોકો ઘાયલ થયા હતા. બીજી ગોળીબારની ઘટના લાસ વેગાસની નેવાડા યુનિવર્સિટીમાં બની હતી, જ્યાં પોલીસ સાથેની ગોળીબારમાં શંકાસ્પદ વ્યક્તિ માર્યો ગયો તે પહેલાં યુનિવર્સિટીના ત્રણ સભ્યો માર્યા ગયા હતા.