Wednesday, Nov 5, 2025

કડોદરા નિયોલ ચેક પોસ્ટ પાસેથી વિદ્યાર્થી સહિત બે રૂપિયા 1.81લાખના ગાંજા સાથે પકડાયા

1 Min Read

સુરત કડોદરા રોડ નિયોલ ચેક પોસ્ટ પાસેથી રૂપિયા 1.81 લાખના ગાંજાના જથ્થા સાથે પોલીસે વિદ્યાર્થી સહિત બેને ઝડપી પાડ્યા છે. જ્યારે ગાંજો આપનાર બે ને વોન્ટેડ જાહેર કરાયા છે. સારોલી પોલીસે જણાવ્યું હતું કે, સર્વલન્સ સ્ટાફના માણસોઍ બાતમીના આધારે નિયોલ ચેક પોસ્ટથી સાબર ગામ ત્રણ રસ્તા નજીક સર્વીસ રોડ પરથી બિકાસકંદર્પ પરીડા (ઉ.વ.21.,ધંધો અભ્યાસ, રહે, ગાયત્રીનગર સોસાયટી અમરોલી) અને ચંદ્રમણી પ્રભાકર પ્રદાન (ઉ.વ.24. રહે, નવેલી ગામ શ્રીનિવાસપુર, દીગાપાડા કોદલા ગંજમ ઓરીસ્સા)ને ઝડપી પાડી તેમની પાસેથી રૂપિયા 1,81,770ના મતાનો 18.177 કિલોગ્રામ ગાંજા કબજે કર્યો હતો. આરોપીઓની પ્રાથમિક પુછપરછમાં ગાંજાનો જથ્થો ભુખા પાંડી (રહે, સચીના ગામ, કોદલા, ગંજામ, ઓરીસ્સા) અને કાના પરીડા (રહે, બોલી નૈવપલ્લી, કોદલા, ગંજામ, ઓરીસ્સા)એ આપ્યો હોવાની કબુલાત કરતા બંને જણાને વોન્ટેડ બતાવ્યા છે.

Share This Article