સુરત 118 રત્ન કલાકારોને પાણીમાં ઝેરી પ્રવાહી ભેળવી પાણી પીવડાવવાના પ્રકરણમાં કાપોદ્રા પોલીસને મોટી સફળતા મળી છે. જે મેડિકલ સ્ટોર પરથી નિકુંજે ઝેરી દવાના પડીકા ખરીદ્યા હતા એ મેડિકલ સ્ટોરના CCTV ફૂટેજ મેળવી પોલીસે એક મજબૂત પુરાવો ભેગો કર્યો છે.
કાપોદ્રા પોલીસે આરોપીના મોબાઈલ ડેટા ના આધારે આરોપી સુધી પહોંચી હતી. આરોપી નિકુંજે 12 દિવસ પહેલા દવા માટે મેડિકલ ના રૂપિયા ચુકવણી કરી તે દિશા ના તાર પોલીસ ને સફળતા સુધી લઈ ગઈ હતી.
સીસીટીવી માં આરોપી નિકુંજ સેલફોસ ની દવા લેતા નજરે પડ્યો હતો. નિકુંજે પોતાના મિત્ર પાસેથી ₹8,00,000 વ્યાજ પર લીધા હતા. લોન ચૂકવી ન શકતા તેણે આત્મહત્યા કરવાનો વિચાર કર્યો હતો. કંપનીના ફિલ્ટર વોટર કુલર પાસે જઈને તેણે આ ઝેરી દવા પાણીના ગ્લાસમાં નાખીને પીવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ હિંમત ન થતાં તે ત્યાં ઊભો રહી ગયો હતો. હાલમાં કાપોદ્રા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.