ગુજરાતમાં આકાશમાંથી ભારે તાપ વરસી રહ્યો છે ત્યારે હજી પણ આવી સ્થિતિ યથાવત રહેશે. હવામાન વિભાગે આગામી 24 કલાક સુધી તાપમાનમાં કોઈ જ ફેરફાર ન થવાની શક્યતા સેવી છે. જોકે, ત્યારબાદ મહત્તમ તાપમાનમાંથી 2થી 4 ડિગ્રી સુધી ઘટાડો થવાની શક્યતાઓ સેવી છે.
આ ઉપરાંત હવામાન વિભાગે સૌરાષ્ટ્રના રાજકોટ, ભાવનગર, પોરબંદર, મોરબી તેમજ કચ્છમાં હીટવેવની આગાહી કરી છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠામાં પણ હીટવેવની આગાહી કરી છે. તેમજ મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, આણંદ અને દક્ષિણ ગુજરાતના સુરતમાં પણ યલો એલર્ટ જાહેર કર્યું છે.
હિટવેવનું રેડ એલર્ટ
હવામાન વિભાગે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં આકરી ગરમી પડવાની આગાહી કરી છે. વિભાગે 10-11 એપ્રિલે હિટવેવના કારણે કચ્છમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે.આ ઉપરાંત મોરબી, રાજકોટ અને પોરબંદરમાં હિટવેવનું ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ સાથે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા અને મહેસાણા જિલ્લામાં તીવ્ર ગરમીનું યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું વાતાવરણ રહી શકે છે.