Thursday, Oct 23, 2025

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં હિટવેવનું રેડ એલર્ટ, કંડલા 45 ડિગ્રીએ ધખધખ્યું

2 Min Read

ગુજરાતમાં આ દિવસોમાં કાળઝાળ ગરમીએ લોકોનું જીવન મુશ્કેલ બનાવી દીધું છે. એપ્રિલની શરૂઆતમાં રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ પડયો હતો. પરંતુ ત્યારથી રાજ્ય આકરી ગરમીનો સામનો કરી રહ્યું છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાન 40 ડિગ્રીએ પહોંચી ગયું છે. આમાંના કેટલાક શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર પણ છે. દરમિયાન, હવામાન વિભાગે રાજ્યમાં 7 થી 10 એપ્રિલ દરમિયાન તીવ્ર ગરમીનું મોજું રહેવાની આગાડી કરી છે. આ ઉપરાંત વિભાગે રાજ્યના કેટલાક શહેરો માટે ભારે ગરમીનું રેડ એલર્ટ જાહેર કર્યુ છે.

હિટવેવનું રેડ એલર્ટ
હવામાન વિભાગે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં આકરી ગરમી પડવાની આગાહી કરી છે. વિભાગે 7 એપ્રિલે હિટવેવના કારણે કચ્છમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે.આ ઉપરાંત મોરબી, રાજકોટ અને પોરબંદરમાં હિટવેવનું ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ સાથે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા અને મહેસાણા જિલ્લામાં તીવ્ર ગરમીનું યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું વાતાવરણ રહી શકે છે.

હવામાન વિભાગે આગામી ચાર દિવસ સુધી 11 જિલ્લામાં હીટવેવની ચેતવણી સાથે ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કર્યું છે. અમદાવાદમાં આજે સોમવારે મહત્તમ તાપમાન 43 ડિગ્રી રહેવાની શક્યતા છે. રવિવારે 11 જિલ્લાઓમાં તાપમાન 41 ડિગ્રીને પાર નોંધાયું હોવાનું હવામાન વિભાગએ જણાવ્યું હતું જ્યારે કંડલામાં સૌથી વધુ તાપમાન 45 ડિગ્રીની આસપાસ નોંધાયુ છે. કચ્છમાં પણ ખૂબ જ આકરો તાપ પડી રહ્યો છે અને હજુ તાપમાનનો પારો ઊંચે જશે તેવી સંભાવના વચ્ચે જનજીવનને અસર થઈ રહી છે.

ગુજરાત, રાજસ્થાન, હરિયાણા સહિત સાત રાજ્યમાં હીટવેવની ચેતવણી છે. રાજસ્થાનથી દિલ્લી અને ઉત્તર પ્રદેશના વિસ્તારોમાં ગરમીનો પારો 42 ડિગ્રીને પાર જવાની આગાહી કરવામાં આવી છે. જયપુર, જોધપુર અને બિકાનેરમાં આકારા તાપના એલર્ટના કારણે બપોરના સમયે કામ સિવાય બહાર ન નીકળવા લોકોને સલાહ અપાઇ છે.

Share This Article