Thursday, Oct 23, 2025

ફિલ્મના દિગ્ગજ અભિનેતા મનોજ કુમારનું નિધન

3 Min Read

ભારતીય અભિનેતા અને ફિલ્મ નિર્દેશક મનોજ કુમાર જે ખાસ કરીને તેમની દેશભક્તિ આધારિત ફિલ્મો માટે જાણીતા હતા તેમનું નિધન થઇ ગયું છે. તેમને ભારત કુમાર નામે પણ ઓળખવામાં આવતા હતા. તેમણે 87 વર્ષની વયે કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.

શરૂઆતના તબક્કામાં ઇન્દિરા ગાંધી અને મનોજ કુમાર વચ્ચે બધું બરાબર હતું. પરંતુ જ્યારે તત્કાલીન વડા પ્રધાન ઇન્દિરા ગાંધીએ ઇમરજ્સી જાહેર કરી ત્યારે બધું થોડી જ વારમાં બદલાઈ ગયું. કટોકટીનો વિરોધ કરી રહેલા ફિલ્મ કલાકારો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ સ્ટાર્સની ફિલ્મો રિલીઝ થતાં જ તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. પરંતુ મનોજ કુમાર એટલા હિંમતવાન અભિનેતા હતા કે તેમણે ખુલ્લેઆમ કટોકટીનો વિરોધ કર્યો તેથી તેમની ફિલ્મો પર પણ પ્રતિબંધ લાગવા લાગ્યો. જ્યારે મનોજ કુમારની ફિલ્મ ‘દસ નંબરી’ રિલીઝ થઈ ત્યારે માહિતી અને પ્રસારણ મંત્રાલયે તેના પર પ્રતિબંધ મૂક્યો હતો. આ પછી જ્યારે ‘શોર’ રિલીઝ થઈ ત્યારે પણ કંઈક આવું જ જોવા મળ્યું હતું.

ક્રાંતિ અને ઉપકાર જેવી દેશભક્તિપૂર્ણ ફિલ્મો માટે ચાહકો તેમને ભરત કુમાર કહેતા હતા. મનોજ કુમારને પદ્મશ્રી, દાદાસાહેબ ફાળકે પુરસ્કાર તેમજ રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. 1957માં ફિલ્મી કારકિર્દી શરૂ કરનાર મનોજ કુમાર 1956માં રાતોરાત સ્ટાર બની ગયા જ્યારે ફિલ્મ શહીદમાં ભગત સિંહની ભૂમિકાની દરેક જગ્યાએ પ્રશંસા થઈ. આ પછી તેણે ક્યારેય પાછળ વળીને જોયું નહીં. ઉપકાર ફિલ્મનું તેમનું ગીત ‘મેરે દેશ કી ધરતી સોના ઉગલે’ અને ફિલ્મ ક્રાંતિનું ગીત ‘ઝિંદગી કી ના તુટે લડી, પ્યાર કર લે ઘડી દો ઘડી’ આજે પણ દરેકના હોઠ પર છે.

‘શોર’ ના દિગ્દર્શક અને નિર્માતા બંને મનોજ કુમાર હતા. આવી સ્થિતિમાં ફિલ્મને થિયેટરોમાં પ્રતિબંધિત કર્યા પછી તે સમયે તેને દૂરદર્શન પર તાત્કાલિક રિલીઝ કરવામાં આવી હતી. આ કારણે કોઈ કમાણી નહોતી થઈ અને રિલીઝ પછી તેને ભારે નુકસાન થયું. હવે મનોજ કુમાર પાસે કોર્ટમાં જવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી. તે કોર્ટમાં ગયા. જોકે, મનોજ કુમારને આનો ફાયદો થયો અને તેમના પક્ષમાં નિર્ણય આવ્યો હતો. એટલા માટે તેમના વિશે એવું પણ કહેવામાં આવે છે કે તેઓ દેશના એકમાત્ર એવા અભિનેતા છે જેમણે સરકાર સામે કેસ જીત્યો છે. જોકે પાછળથી મનોજ કુમારને સરકારે કટોકટી પર ફિલ્મ બનાવવાનું કહ્યું હતું પરંતુ તેમણે તે ઓફર નકારી કાઢી હતી.

Share This Article