બનાસકાંઠામાં એક ગોઝારી ઘટના બની છે. થરાદ નજીક દેવપુરા ગામ પાસે નર્મદા મુખ્ય કેનાલમાં એક કાર ખાબકવાની દુર્ઘટનામાં ત્રણ બાળકો અને એક પુરુષના સહિત 4 લોકોના મોત થયા છે. ઘટનાસ્થળે નગરપાલિકાની ટીમ અને ફાયર વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરીને લાશોને કેનાલમાંથી બહાર કાઢ્યા છે, જ્યારે એક મહિલાની શોધખોળ હજુ પણ ચાલુ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, કાર નર્મદા મુખ્ય કેનાલમાં ખાબકી હતી. કારમાં કુલ પાંચ લોકો સવાર હતા, જેમાં ત્રણ બાળકો અને એક પુરુષની લાશ કેનાલમાંથી બહાર કાઢવામાં આવી છે. એક મહિલા હજુ પણ ગુમ છે અને ફાયર વિભાગ દ્વારા તેની શોધખોળ ચાલી રહી છે