બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદ યાદવની તબિયત અચાનક લથડી છે. તેમનું બ્લડ સુગર લેવલ વધતા તબિયત બગડી છે. જ્યારે તેમની પ્રાથમિક સારવાર ડોકટરે તેમને દિલ્હી જવાની સલાહ આપી છે. જેના પગલ લાલુ યાદવે દિલ્હી લઈ જવાશે. તેમને એઇમ્સમાં દાખલ કરવામાં આવશે. જેમા મળતી માહિતી મુજબ લાલુ પ્રસાદ યાદવ છેલ્લા બે દિવસથી બીમાર હતા. જ્યારે આજે સવારથી તેમની તબિયત વધુ બગડી ગઈ છે.
લાલુ પ્રસાદ યાદવને ગયા વર્ષે જુલાઈમાં દિલ્હી એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રીએ છેલ્લા કેટલાક વર્ષોમાં અનેક બીમારીઓની સારવાર કરાવી છે, જેમાં 2022 માં સિંગાપોરમાં કિડની ટ્રાન્સપ્લાન્ટનો સમાવેશ થાય છે. 2022માં, લાલુને કિડનીની બીમારી હોવાનું નિદાન થયું હતું. તેમની કિડનીનો માત્ર 25 ટકા ભાગ યોગ્ય રીતે કામ કરી રહ્યો હતો.
ડૉક્ટરોએ લાલુ પ્રસાદ યાદવને ટ્રાન્સપ્લાન્ટની સલાહ આપી, ત્યારબાદ સિંગાપોરમાં રહેતી તેમની દીકરી રાહિની આચાર્યએ તેની એક કિડની પિતાને દાન કરી. 5 ડિસેમ્બર 2022ના રોજ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું.
 
								 
			 
		 
		 
		 
		 
		 
		 
		 
		