Wednesday, Nov 5, 2025

જહાંગીરપુરા એટીએમ ચોરી કેસમાં પોલીસને મોટી સફળતા, જાણો

2 Min Read

સુરત શહેરના જહાંગીરપુરા ખાતે આવેલ એસબીઆઈ બેન્કના એટીએમને ગેસ કટર વડે કાપી અજાણયા તસ્કરો દ્વારા રૂ.18.14 લાખની ચોરીના બનાવમાં પોલીસને ગણતરીના સમયમાં સફળતા સાંપડી છે.અને સીસીટીવી કેમેરાના આધારે પોલીસે ગુનાનો ભેદ ઉકેલી કાઢી હરિયાણાથી બે સહિત ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે.તેમજ રોકડ મળી મુદામાલ કબ્જે કરવામા આવ્યો હતો.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ જહાંગીરપુરા ખાતે આવેલ એસબીઆઈ બેકના એટીએમમાંથી ગત તારીખ 13 મીએ અજાણયા ચોર ઈસમોએ ગેસ કટરનો ઉપયોગ કરી એટીએમ મશીન કાપી રૂ.18.14 લાખની રોકડ ચોરી કરી નાશી છૂટ્યા હતા.આ બનાવને ગંભીરતાથી લઈ જહાંગીરપુરા પોલીસ દવારા તાતકાલિક અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી અને તપાસ હાથ ધરી હતી.

સીસીટીવીના આધારે પોલીસને આરોપીઓનો પગેરું મેળવવામાં સફળતા મળી હતી.ત્યાર બાદ પોલીસે શહેરના કતારગામ ખાતે રહેતા આરોપી તોહિદખાન તૈયબખાન અને હરિયાણાથી આરોપી આદીલ ચંચલ ખાન અને સાકીર મોમીન કુરેશીની ધરપકડ કરી હતી. તેમજ આરોપીઓ પાસેથી રોકડ અને ચોરીના રૂપિયાથી ખરીદ કરેલ મોબાઈલ મળી કુલ્લે રૂ. 4.24 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.વધુમાં પોલીસે જણાવ્યું હતું કે આરોપીઓની ગેંગના અન્ય આરોપીઓ સાલીમ ખાન, ઝુબ્બી અને યુસુફ ખાનની ધરપકડ બાકી છે.

પોલીસે જણાવ્યું હતું કે આરોપીઓએ ચોરીની ઘટનાને અંજામ આપવામ માટે સૌપ્રથમ તા.૧૨/૦૩/૨૦૨૫ ના રોજ બલેનો કાર ભાડેથી બુક કરી હતી અને તેમાં ફરી સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ એ.ટી.એમ.ની રેકી કરી અને સૌપ્રથમ પંડોળ વિસ્તારમાં આવેલ એક એ.ટી.એમ. તોડવાની યોજના બનાવી હતી પરંતુ બાદમાં જહાંગીરપુરામાં આવેલ એસબીઆઈ બેન્કનો એટીએમ છેવાડાના વિસ્તારમાં હોવાથી અને તે એ.ટી.એમ. તોડી ભાગવામાં સરળતા રહે તેવુ લાગતા આ એટીએમને ટાર્ગેટ કરવામાં આવ્યું હતું.

Share This Article