શાહજહાંપુરમાં ક્રાઇમની ઘટનાઓ ખૂબ જ વધવા લાગી છે, ખાસ કરીને ઉત્તર પ્રદેશમાં છાશવારે હત્યાની ઘટનાઓ બની રહી છે. ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં એક ચોંકાવનારી ઘટના બની છે. અહીં એક પિતાએ પોતાના ચાર બાળકોની હત્યા કરી નાખી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. ઘટના કંઈક એવી છે કે, પત્ની થોડા દિવસ માટે પોતાના પીયરમાં ગઈ હતી, આ દરમિયાન પતિએ પોતાના ચાર બાળકોની હત્યા કરીને પોતે પણ આત્મહત્યા કરી દીધી! આ ઘટના શાહજહાંપુરમાં ચર્ચાનું કેન્દ્ર બની છે. આખરે શા માટે આ યુવકે પોતાના ચાર બાળકોની હત્યા કરી? પોલીસે આ દિશામાં તપાસ પણ હહાથ ધરી દીધી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર આ ઘટના શાહજહાંપુરના માનપુર ચચરી ગામની છે. ગામમાં રહેતો રાજીવ પોતાના ઘરે એકલો હતો અને તેના ચાર બાળકો (ત્રણ પુત્રીઓ અને એક પુત્ર) પણ હતો. મોડી રાત સુધી રાજીવે પોતાની 13 વર્ષની પુત્રી સ્મૃતિ, 9 વર્ષની પુત્રી કીર્તિ, 7 વર્ષની પુત્રી પ્રગતિ અને 5 વર્ષના પુત્ર ઋષભનું ગળું કાપીને નિર્દયતાપૂર્વક હત્યા કરી છે.
હત્યાને અંજામ આપ્યા બાદ રાજીવે પોતાને ગળે ફાંસી લગાવીને આપઘાત કરી લીધો હતો. કહેવામાં આવી રહ્યું છે કે તેની પત્ની પીયર ગઇ હતી અને તેના પિતા ઘરની બહાર સૂતા હતા. સવારે જ્યારે તેના પિતાએ દરવાજો ખોલવાનો પ્રયત્ન કર્યો તો દરવાજો અંદરથી બંધ હતો, ત્યારબાદ દરવાજો તોડીને અંદર પહોંચ્યા તો ત્યાં આ નજારો જોઇ પગ નીચેથી જમીન સરકી ગઇ હતી.
પોલીસે ઘટના વિશે વિગતો આપતા જણાવ્યું કે, યુવકની પત્ની તેના પીયરે ગઈ હતી. ઘટના બની ત્યારે રાજીવના પિતા ઘરની બહાર સૂઈ રહ્યા હતા. મોડી રાત્રે રાજીવે તેની 13 વર્ષની પુત્રી સ્મૃતિ, 9 વર્ષની પુત્રી કીર્તિ, 7 વર્ષની પુત્રી પ્રગતિ અને 5 વર્ષીય પુત્ર ઋષભનું ગળું કાપીને હત્યા કરી નાખી હતી. હત્યા કર્યા બાદ રાજીવે પોતે પણ ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. પરંતુ શા માટે રાજીવે આવું પગલું ભર્યું તે પોલીસ માટે પણ તપાસનો વિષય બન્યો છે? શું પરિવારમાં કોઈ ઘરકંકાશ ચાલતી હતી કે પછી આના માટે કોઈ અન્ય કારણ જવાબદાર હશે?
ગામલોકોનું કહેવું છે કે રાજીવનો તેની પત્ની ક્રાંતિ સાથે રોજ ઝઘડો થતો હતો. પત્ની એક-બે દિવસ પહેલા જ તેના માતાપિતાના ઘરે ગઈ હતી. માહિતી મળતાં જ પોલીસ અધિક્ષક રાજેશ દ્વિવેદી સહિત અનેક ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને તપાસ કરી. રાજીવ મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. તેનો પોતાના ગુસ્સા પર કોઈ કાબુ નહોતો. તેની પત્ની તેના માતાપિતાના ઘરે ગઈ ત્યારથી તે ખૂબ ગુસ્સે હતો. ગુસ્સાને કારણે, તેણે પહેલા બાળકોને તીક્ષ્ણ હથિયારથી મારી નાખ્યા. પછી તેણે પણ આત્મહત્યા કરી.