સુરતમાં એક મહિલા કારચાલકે અકસ્માત સર્જ્યોની ઘટના સામે આવી છે. અકસ્માતોની સંખ્યામાં રોજે રોજ વધારો થઈ રહ્યો છે. ત્યારે સુરતના સિંગણપોર વિસ્તારમાં એક મહિલા કાર ચાલકે અકસ્માત સર્જ્યો હતો. રાત્રી દરમ્યાન મહિલા કાર ચાલકની કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી. ફૂલ સ્પીડમાં જતી કારના સ્ટીયરિંગ પરથી મહિલાએ કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. કાર ધડાકાભેર ડિવાઈડર સાથે અથડાતા અકસ્માતમાં બે લોકોને સામાન્ય ઇજા પહોંચી હતી. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. સમગ્ર મામલે સિંગણપોર પોલીસે તપાસ શરૂ કરી છે.

આ ઘટનાના CCTV ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, મોડી રાત્રીના દરમણે એક મહિલા દ્વારા જે કાર ચલાવી રહી હતી તે દરમિયાન અચાનક ડિવાઇડર સાથે અથડાઈ હતી. અકસ્માતની અંદર બે લોકોને સામાન્ય ઈજા પહોંચી હતી. ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળ પહોંચી હતી. સિંગણપુર પોલીસ આ બાબતે તપાસ હાથ ધરી હતી. પોલીસે મહિલા કોણ છે તેની તપાસ શરૂ કરવામાં આવી છે.