રાજકોટની વેફર-નમકીન બનાવતી KBZ કંપનીમાં આગ ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ચાર ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. આગ ઓલવવા માટે સતત એક સુધી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ ઘટનામાં હજુ સુધી કોઇ જાનહાનિના અહેવાલ પ્રાપ્ત થયા નથી. પરંતુ આગ વિકરાળ હોવાથી લાખો રૂપિયાનો માલ-સામાન બળીને ખાખ થઇ ગયો છે.
સવારે 9 વાગ્યે લાગેલી આગ હજુ પણ બેકાબુ છે. જેમાં ખાદ્યતેલનો જથ્થો હોવાના કારણે આગ વધુ પ્રસરી છે. KBZ કંપની આગ મામલે લોકોમાં ચર્ચા શરૂ થઇ છે. તેમાં કંપનીમાં લાગેલ આગને લઈ સવાલો ઉઠ્યા છે. તેમાં આગ લાગી કે લગાડવામાં આવી ? કંપની નુકસાનીમાં ચાલતી હોવાની વાત વહેતી થઈ છે. તેથી આગ પાછળ મોટા સવાલો ઉઠી રહ્યા છે. વાસ્તવમાં રાજકોટમાં નમકીનની કંપનીમાં કોઈ કારણોસર આગ લાગી હતી.
પ્રાથમિક વિગતો મુજબ આગ એટલી વિકરાળ છે કે, તેને કાબુમાં લેવા માટે ફાયર વિભાગની 4 ગાડી ઘટનાસ્થળે દોડી આવી છે. આજે સવારે 9 વાગ્યા આસપાસ લાગેલ આગ હજી સુધી કાબુમાં આવી નથી. આ તરફ નમકીનની કંપનીમાં લાગેલ ભીષણ આગને લઈ 5 કિમી સુધી ધુમાડાના ગોટેગોટા દેખાયા હતા.
રાજકોટના નાકરાવાડી વિસ્તારમાં કંપનીમાં આગ લાગી હોવાનું સામે આવ્યું છે. માહિતી પ્રમાણે તુકુલ કેબિનેટ ફૂડ ઇન્ડિયા નામની કંપનીમાં આગ લાગી હતી. વેફર, નમકીન બનાવતી કંપનીમાં આજે સવારે આગ લાગ્યા બાદ જોતજોતાંમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ તરફ આગ લાગ્યાની માહિતી મળતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોચી અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે. જેમાં હજુ સુધી આગ પર કાબુ મેળવી શકાયો નથી તથા ફાયર વિભાગ દ્વારા પાણીનો મારો સતત શરૂ રખાયો છે.